પાટીદાર બેલ્ટ ગણાતી ૭૬-કાલાવડ, ૭૭-જામનગર ગ્રામ્ય અને ૮૦-જામજોધપુરની ત્રણેય બેઠકો ઉપર પ૦ હજારની નજીક સરસાઇ: દ્વારકા એ તો લીડનો વરસાદ કરી નાખ્યો, એક લાખથી વધુની આપી સરસાઇ: કાલાવડમાં મળેલી ખાધ કોંગીના ઉમેદવાર માટે આંચકા સમાન...
૧૨-જામનગર લોકસભાની બહુચર્ચિત બેઠક પર ર,૩૮,૦૦૮ મતોની રેકર્ડબ્રેક સરસાઇથી ઝળહળતો વિજય પ્રાપ્ત કરીને પૂનમબેન માડમે જીતની હેટ્રીક ફટકારી છે અને મતદાન બાદ પરિણામના દિવસ સુધી આંકડાઓને લઇને કચ...કચ... કરતા બધાના મોઢા જાણે બંધ કરી દીધા છે, જાહેર થયેલા પરિણામમાં દેવભૂમિ દ્વારકા તરફથી પૂનમબેનને એક લાખથી વધુ મતની જંગી લીડ પ્રાપ્ત થઇ છે, તો પાટીદાર બેલ્ટ મનાતી ત્રણ વિધાનસભામાં પણ પ૦ હજારની નજીક લીડ મેળવી ગણતરીબાજોને વિચાર કરતા કરી મૂક્યા છે અને વધુ એક વખત પાટીદારોએ ભાજપ માટે ભરપૂર મતદાન કર્યાનું સામે આવ્યું છે.
ટોટલ ૧૦,૪૦,૧૫૧ મતમાંથી વિજેતા પૂનમબેન માડમને કુલ ૬,૨૦,૦૪૯ મત પ્રાપ્ત થયા છે, જ્યારે કોંગ્રેસના પરાજીત જે.પી. મારવીયાને ૩,૮૨,૦૪૧ મત મળ્યા છે, ર,૩૮,૦૦૮ ની રેકર્ડબ્રેકની સરસાઇથી પૂનમબેન માડમ જીત્યા છે અને ર૦૧૯ માં એમને મળેલી ર.૩૬ હજારની લીડનો પોતાનો રેકર્ડ પણ એમણે પાર કરી દીધો છે.
આ અહેવાલની સાથે અપાયેલા બોકસમાં લોકસભાની બેઠક પર સાત વિધાનસભા બેઠક પ્રમાણે થયેલા મતદાનના આંકડા અને પૂનમબેન માડમને પ્રાપ્ત થયેલી લીડનું કોષ્ટક આપવામાં આવ્યું છે.
ભાજપ તરફથી પૂનમબેન માડમને ત્રીજી વખત ટીકીટ અપાયા પછી કોંગ્રેસ દ્વારા પાટીદાર ફેકટરને ઘ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જે.પી. મારવીયાને ટીકીટ આપી હતી, આ પછી એકાએક ક્ષત્રિય સમાજનો વિરોધ ઉભો થયો હતો, આ બધી બાબતોને ભુંજીને એવો પ્રચારમારો ચલાવવામાં આવતો હતો કે, આ વખતે પૂનમબેન માડમ માટે ચઢાણ કપરા છે, સોશ્યલ મીડીયા ઉપર પણ ભારે મારો ચલાવવામાં આવ્યો હતો અને કેટલીક ન્યુઝ ચેનલોના ઇન્ટરવ્યુમાં પણ રાજકારણના પવનને નહીં પારખતા કેટલાક વિશ્ર્લેષકોએ મોઢા ફાડીને એમ કહ્યું હતું કે, આ વખતે નવા-જુની થશે અને પાટીદાર ઉમેદવાર હોવાના કારણે કોંગ્રેસનો હાથ ઉપર રહેશે, એ બધી બાબતો પરિણામ બાદ ગપગોળો સાબિત થઇ ગઇ છે.
આંકડાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ૭૬-કાલાવડ, ૭૭-જામનગર (ગ્રામ્ય) અને ૮૦-જામજોધપુરની ત્રણ વિધાનસભા બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર પૂનમબેન માડમને ર,ર૪,૭૦૮ મત પ્રાપ્ત થયા છે, જ્યારે કોંગ્રેસના પાટીદાર પરાજીત ઉમેદવારને ૧,૭પ,૯૧૫ મત મળ્યા છે, મતલબ કે આ ત્રણ પાટીદાર બેલ્ટ ગણાતી વિધાનસભાની બેઠકો પર પૂનમબેનને કુલ ૪૮,૭૯૩ ની લીડ પ્રાપ્ત થઇ છે, જે ઘણી મોટી બાબત છે અને કોંગ્રેસ માટે એટલી જ નિરાશાજનક છે.
કારણ કે કાલાવડ તો કોંગ્રેસના ઉમેદવારનું ઘર માનવામાં આવે છે અને કોંગ્રેસને એવો પ્રબળ વિશ્ર્વાસ હતો કે, આ વિધાનસભા બેઠક ઉપરથી તો કોંગ્રેસને લીડ જ મળશે, પરંતુ અહીં પણ પૂનમબેન માડમનો હાથ ઉપર રહ્યો અને પાટીદાર મતદારો ભાજપની સાથે રહ્યાનું ચિત્ર સામે આવ્યું છે.
એ જ રીતે જામનગર ગ્રામ્ય અને જામજોધપુરની બેઠકો ઉપર પણ કોંગ્રેસ આશાભરી મીટ માંડીને બેઠી હતી, પરંતુ અહીં પણ કોંગ્રેસના ભાગે નિરાશા આવી છે અને આ બેઠકો ઉપર પણ ભાજપને સરસાઇ પ્રાપ્ત થઇ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો ભાજપે ન ધાર્યું હોય એવી લીડ પ્રાપ્ત થઇ છે, ૮૧-ખંભાળીયાની બેઠક પર જબરી લીડ મળી છે, તો ખાસ કરીને ૮ર-દ્વારકાની બેઠક ઉપર તો કોંગ્રેસના ઉમેદવાર કરતા બે ગણાંથી વધુ મત મેળવવામાં પૂનમબેન માડમ સફળ થયા છે.
લોકસભાની આ વખતેની ચૂંટણીમાં કેટલાક મહત્વના કારણોને લઇને પરિણામ માટે ઉત્તેજના જર હતી, પરંતુ પૂનમબેન માડમ જીતશે એવી શક્યતા સાચી રીતે વિશ્ર્લેષણ કરતા લોકોને હતી, આ સિવાય મતદાન બાદ અને પરિણામ પહેલા ઘણાં બધા લોકોએ પોતાની રીતે બફાટ કર્યા હતા, એ ત્યારે પણ ખોટા હતા અને પરિણામ બાદ મોઢા દેખાડવા જેવા પણ રહ્યા નથી.
જ્યારે પણ મૂલ્યાંકન થાય ત્યારે નિષ્પક્ષ રીતે થવું જોઇએ, એવી પણ શીખ વધુ એક વખત આ પરિણામ પરથી મળી છે, જ્યારે પૂનમબેન માડમનું ત્રીજી વખત નામ જાહેર થયું અને એમની સાથે કોંગ્રેસ તરફથી પાટીદાર ચહેરાને ઉતારવામાં આવ્યા બાદથી આમ તો ચૂંટણીનો જંગ સરળ લાગતો હતો, પરંતુ એકાએક ક્ષત્રિય સમાજનો વિરોધ શ થયો અને કોંગ્રેસને ડૂબતે કો તીનકે કા સહારાની જેમ એ વિરોધમાં પોતાની જીતના દર્શન થવા લાગ્યા.
લગભગ એ અનુસાર જ રણનીતિ ઘડાઇ હતી, તેનો મોટો દાખલો એ છે કે, રાજકોટમાં ચૂંટણી લડવા આવેલા અમરેલીના પરેશભાઇ ધાનાણીની હાઇકમાન્ડ પાસે એવી શરત રાખી હતી કે, જો ભાજપ પરસોત્તમભાઇ પાલાની ટીકીટ કેન્સલ કરીને બીજાને ટીકીટ આપશે, તો તેઓ ચૂંટણી લડશે નહીં.
મતલબ સીધો હતો, વિરોધ જે ઉઠ્યો હતો તેનો વધુને વધુ ફાયદો મેળવવાની કોંગ્રેસની ગણતરી હતી, અને એ મુજબ જ જામનગરમાં રણનીતિ અપનાવવામાં આવી હતી, ભાજપને પ્રચાર કરવો પણ એક તબક્કે મુશ્કેલ કરી દેવામાં આવ્યો હતો અને ઠેકઠેકાણે વિરોધ થતો હતો, માહોલ એવો બનાવી દેવામાં આવ્યો હતો, જાણે આ વખતે કોંગ્રેસ છવાઇ જશે.
પરંતુ જે રીતે પરિણામ સામે આવ્યા અને સાતેય સાત વિધાનસભા બેઠક પર લીડ મેળવવામાં ભાજપના પૂનમબેન માડમ સફળ થયા, તેના પરથી એ બાબત પણ સ્પષ્ટ થઇ ગઇ છે કે, ચૂંટણીની રણનીતિ ઘડવામાં ભાજપ સફળ રહ્યું અને કોંગ્રેસના રણનીતિ બનાવનારાઓને ઘોર નિષ્ફળતા સાંપડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMવિરાટ કોહલી પછી અનુષ્કા શર્માએ પણ આર અશ્વિનની નિવૃત્તિ બાદ એક ખૂબ જ સુંદર નોટ અને વીડિયો શેર કર્યો
December 19, 2024 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech