જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું આવતીકાલે મતદાન થનાર છે. મતદારે મત નાખવા માટે ભારતના ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર રજુ કરવાનું રહેશે.પરંતુ જો કોઈ મતદાર આવુ ફોટો ઓળખ પત્ર (ઈપીક કાર્ડ) રજુ ન કરી શકે તો તેના વિકલ્પે ચૂંટણી પંચ દ્રારા માન્ય 14 પુરાવાઓ પૈકી કોઈ એકનો ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરી શકશે.માત્ર એક નોટા મત આપી રજીસ્ટર્ડ બટન દબાવનારનો મત માન્ય રહેશે નહીં.આ ઉપરાંત મતદારોએ મતદાન કયર્િ બાદ રજીસ્ટર બટન અવશ્ય દબાવવાનું રહેશે તો જ તેનો મત માન્ય રહેશે.ચૂટણી પંચ દ્વારા માન્ય 14 પુરાવામાં ફોટો ઓળખ પત્ર (ઈપીક કાર્ડ), ’આધાર કાર્ડ, ફોટા સાથેનો પાસપોર્ટ, ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ, ફોટા સાથેનું પાનકાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપ્નીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ, ફોટા સાથેની પાસબુક, અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિ/ અન્ય પછાતવર્ગનું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, ફોટા સાથેનું પેન્શન પ્રમાણપત્રો, સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખ કાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ, વિકલાંગ વ્યક્તિનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, ફોટા સાથેના જોબ કાર્ડ, કર્મચારી રાજ્ય વીમા યોજના ( હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર સ્કીમ હેઠળ આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, વગેરે ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ દસ્તાવેજી પુરાવાઓ સાથે રાખી મતદાન કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી સ્લીપ્ને મતદારના પુરાવા આધાર તરીકે નહીં લઈ જવા ખાસ અપીલ કરવામાં આવી છે.
મતદાર ફોટો કાર્ડ સિવાય અન્ય જે 14 આધારો છે તે માન્ય છે.મતદાનનો સમય સવારના સાત થી સાંજના છ કલાક દરમિયાનનો છે.મોબાઈલ મતદાન મથકે લઈ જવાનો પ્રતિબંધ છે અને મોબાઈલમાંથી પુરાવાઓ બતાવવામાં આવે તો પણ તે માન્ય નથી. મતદાન આપવા છતાં મતદારોએ કોઈપણ પ્રકારના આધારની ફિઝિકલ હાર્ડ કોપી લઈ જવી જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech