શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસેથી તાલુકા પોલીસ મથકના સ્ટાફે ત્રણ ચોરાઉ બાઇક સાથે તસ્કર બેલડીને ઝડપી લીધી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા આ બાઈક બિગ બજાર પાસે ગોંડલ ચોકડી અને મિલપરા નજીકથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ પીએસઆઇ બી. આર. ભરવાડ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા, મહાવીરસિંહ જાડેજાને એવી સચોટ બાતમી મળી હતી કે, બાલાજી હોલ પાસે ગોવિંદરત્ન બંગલાની પાસે આરએમસી કવાર્ટરના ગેટ પાસે બે શખસો ચોરઉ બાઇક સાથે ઉભા છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમ તાકીદે અહીં પહોંચી હતી અને અહીં ત્રણ ચોરાઉ બાઈક સાથે વનરાજ ઉર્ફે ટકો રવજીભાઈ હાડા (ઉ.વ ૨૦ રહે. ગોવિંદરત્ન બંગલાની સામે આરએમસી કવાર્ટર) તથા જયદીપ કિશોરભાઈ મોરી (ઉ.વ ૨૬ રહે. પુનિતનગર વૃંદાવન સોસાયટી શેરી નંબર–૬) ને ઝડપી લીધા હતા. પોલીસે બાઈક અંગે પૂછતાછ કરતા પ્રથમ આ બંને શખસોએ ગલ્લા તલ્લા કર્યા હતા બાદમાં ત્રણેય બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેમાં એક બાઈક ૧૫ દિવસ પૂર્વે ૧૫૦ ફટ રીંગ રોડ પર બિગ બજારની બાજુમાંથી ચોરી કયુ હતું. જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ સિવાય અન્ય એક બાઈક ગોંડલ ચોકડી પાસે પુલ નીચેથી ૧૦ દિવસ પૂર્વે ચોરી કયુ હતું તેમજ ત્રીજું બાઇક મિલપરા કાન્તા ક્રી વિકાસ ગૃહ સામેના રોડ પરથી ૧૮ દિવસ પૂર્વે ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી પિયા ૭૦,૦૦૦ની કિંમતના આ ત્રણેય બાઇક કબજે કરી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા: વિમાન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત, પ્લેનના ત્રણ ટુકડા થઈને નદીમાં પડ્યું
January 30, 2025 11:54 PMપ્રયાગરાજ: આજે 1.95 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં કર્યું સ્નાન
January 30, 2025 11:53 PMસંસદમાં ગૂંજશે મહાકુંભ ભાગદોડ મુદ્દોઃ વકફ સુધારા બિલ સહિત આ 16 બિલ રજૂ થઈ શકે છે બજેટ સત્રમાં
January 30, 2025 11:52 PMસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ભાજપના કેટલાક ઉમેદવારોને નામ જાહેર થાય તે પહેલા જ ફોર્મ ભરવા સૂચના
January 30, 2025 11:50 PMરાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળ યથાવત: ત્રણ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ
January 30, 2025 11:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech