ગાંધીગ્રામ પોલીસે ફ્રોડનો ભોગ બનનાર અરજદારોને પાંચ લાખની રકમ પરત અપાવી

  • March 08, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહીત રાયમાં સાયબર ફ્રોડનો ભોગ લોકો દિવસેને દિવસે વધુ બની રહ્યા છે. સાઇબર ગઠિયાઓ સોશિયલ મીડિયા મારફતે ફોન કોલ–મેસેજ મારફતે અવનવી ટ્રીક અપનાવી ઓનલાઇન બેંકમાંથી પૈસાની તફડંચી કરી બેંક એકાઉન્ટ ખંખેરી રહ્યા છે. એમ છતાં લોકો જાગૃતતાના અભાવે આવા સાયબર ગાઠીયાઓનો શિકાર બની મસમોટી રકમ ગુમાવી બેસે છે.
ફેબ્રુઆરી મહિનામાં ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાંથી સાઇબર ફ્રોડનો ભોગ બનેલા જુદા જુદા અરજદારોએ નેશનલ સાઇબર રિપોટિગ પોર્ટલ ઉપર પોતાની સાથે ઓનલાઇન છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસ દ્રારા ટેકિનકલ સોર્સ મારફતે સાઇબર ફ્રોડમાં ગયેલા અરજદારોની .૫ લાખ જેટલી રકમ કોર્ટ કાર્યવાહી અને બેંક ગેટ વે મારફતે પરત અપાવતા અરજદારોને પોલીસનો આભાર માનયો હતો.
આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચનાથી ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ.બી.જાડેજા, પો.કોન્સ.હરેશભાઇ ગોહિલ અને લોકરક્ષક રાવત મકવાણા સહીત ટીમ દ્રારા કરવામાં આવી હતી

આ રીતે સાયબર ગઠિયાઓએ લોકોને છેતર્યા હતાં

મોબાઈલ પર ખોટા ક્રેડિટ ટ્રાન્જેકશનના મેસેજ મોકલી સામેવાળાને ફોન કરી ભૂલથી તમારામાં મારા પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે જે પરત કરવા માટેનો વિશ્વાસ અપાવી. ટેલિગ્રામ પર મેસેજ કરી અલગ અલગ ટાસ્ક આપી શઆતમાં વિશ્વાસ અપાવવા રિફડં આપી બાદમાં છેતરપીંડી, ફેસબુક–ઈંન્સ્ટાગ્રામમાં શેર બજારની ટિપ્સ આપવાના નામે ફેક એપ ડાઉનલોડ કરાવી તેમાં ઉંચુ વળતર બતાવી ઈન્વેસ્ટ કરાવવામાં આવ્યું હતું., ગુગલ સર્ચ એન્જીન પર નંબર સર્ચ કરી સામેથી કહ્યા પ્રમાણે કરતા ફ્રોડ થયો, ફેસબુકમાં લોન કરાવી આપવાની જાહેરાત જોયા બાદ સંપર્ક કરતા ફ્રોડ થયો

તમારી સાથે પણ ફ્રોડ ન બને માટે આટલી સતર્કતા જરૂરી
ટાસ્ક–રીવ્યુના નામે ઘરબેઠા કમાવવાની સ્કીમથી દૂર રહો, વિશ્વાસપાત્ર એપ્લિકેશન સિવાય ઓનલાઇન લોન લેવી નહીં, ક્રિપ્ટો –ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ બ મુલાકાત અને કાયદેસરની કાગળ પ્રકિયા સિવાય કરવું નહીં, અજાણી લિંક કયારેય કિલક કરવી નહીં, અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં, ગુગલ પરથી કસ્ટમર કેર નંબર શોધવાને બદલે ઓર્થેારાઈઝ એપ પરથી નંબર મેળવવા, આધારકાર્ડને બાયોમેટિ્રક લોક રાખવાનો આગ્રહ રાખવો, સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યકિતની રિકવેસ્ટ સ્વિકારસો નહિ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હંમેશા તું ફેકટર ઓથેન્ટિક ચાલુ રાખો, ઓનલાઇન વસ્તુ ખરીદવાનું ટાળ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News