ખંભાળિયાના ભાડથર ગામે જામેલી જુગારની મહેફીલ પર પોલીસ ત્રાટકી

  • October 04, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઠ શખ્સો ઝબ્બે: ભાણવડમાં પીધેલો બાઈક ઝડપાયો


ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ભાડથર ગામ નજીક સીમ વિસ્તારમાં રહેતા રામશી રાયદે ચાવડાની વાડીના શેઢા પાસેના સરકારી ખરાબામાં વડના ઝાડ હેઠળ બેસીને ગંજીપાના વડે જુગાર રમતા રામશી રામદે ચાવડા, મુમા હાજા ગમારા, ધરણાંત કચરાભાઈ કેસરિયા, પેથા લખમણ ગમારા, ખીમા કરસન બોદર, સંજય કરસન જોગલ, નારણ પબા ભરવાડીયા અને કરણા ભાયા દેથરીયા નામના આઠ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેની પોલીસે રૂપિયા 31,660 રોકડા તથા રૂપિયા 26,000 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 57,660 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.


જ્યારે ભાણવડમાં આવેલી એક હોસ્પિટલ પાસેથી રાત્રિના સમયે કેફી પીધેલી હાલતમાં રૂપિયા 10,000 ની કિંમતના સીડી 100 મોટરસાયકલ લઈને નીકળેલા વિજય અરશીભાઈ ગોરફાડ (ઉ.વ. 33, રહે. વિજયપુર) ને પોલીસે ઝડપી લઈ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application