સાત શખ્સો ઝડપાયા: રૂ. 2.79 લાખનો મુદ્દામાલ કબજે: દ્વારકામાં બે સ્થળોએ જુગાર દરોડા પાંચ ઝબ્બે
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા પ્રફુલસિંહ મોતીભા જાડેજા નામના 53 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગાર રમવા માટેનો અખાડો ચલાવતા આ સ્થળે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમ્યાન અહીં જુગારીઓને જુગાર રમવા માટેની જરૂરી સગવડ પૂરી પાડીને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાતા જુગારધામમાંથી પોલીસે પ્રફુલસિંહ મોતીભા જાડેજા સાથે જયેન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, બહાદુરસિંહ ઘેલુભા જાડેજા, ગિરિરાજસિંહ દિપસિંહ જાડેજા, ખોડુભા ગુમાનસંગ જાડેજા, જયદીપસિંહ બળવંતસિંહ જાડેજા અને શિવુભા જીલુભા જાડેજા નામના સાત શખ્સોને દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 44,230 રોકડા, રૂ. 40,000 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 1.95 લાખની કિંમતના છ નંગ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 2,79,230 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ દરોડા દરમ્યાન દ્વારકા તાબેના વરવાળા વિસ્તારમાંથી પોલીસે રાણા ઉગા સીરુકા, ધંધા રામ ચાનપા અને રાણા જીવા ચાસીયા નામના ત્રણ શખ્સોને તેમજ આ જ વિસ્તારમાંથી અન્ય એક દરોડામાં પોલીસે રાજુ પાલભાઈ ફફલ અને તારમામદ શરીફ જીવાણીને ઝડપી લઇ અને મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘેલા સોમનાથ નજીક ઇકોકારએ બાઇકને ઠોકરે લેતા યુવકનું મોત
April 10, 2025 10:28 AMડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech