જામનગરના વેપારીઓ તથા આંગડીયા પેઢીવાળાઓ સાથે પોલીસની બેઠક

  • November 09, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિટી-એ ડિવિઝન ખાતે દિવાળીના પર્વ નિમિત્તે ચર્ચા

સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જામનગર વેપારી એસોસિયેશન ના હોદેદારો, જામનગર સોની બજાર ના વેપારીઓ તેમજ આંગડિયા પેઢીવાળા સાથે દિવાળીના તહેવાર ધ્યાને લઇ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા દિવાળીના તહેવારો દરમ્યાન વેપારીઓને કે ખરીદી કરવા આવનાર લોકોને કોઇ અગવડતાઓ ન પડે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખી તકેદારીના પગલાં લેશે તેવી કટીબદ્ધતા દર્શાવી હતી.
તેમજ તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે બજારમાં ભીડ એકત્ર થતી હોય છે તેથી બજારમાં ભીડનો ગેરલાભ લેવા માટે ખિસ્સાકાતરુ, ચીલઝડપ કરનાર તથા ગુનાહીત પ્રવૃતિઓ થતી હોય છે. તેથી લોકો હર્ષોલ્લાસથી દિવાળી પર્વની ઉજવણી કરી શકે તેવા હેતુથી સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે.
આ બેઠકમાં જામનગર વેપારી મંડળ પ્રમુખ સુરેશભાઈ તન્ના, ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ જામનગર ના પ્રમુખ સુભાષભાઈ પાલા, ઉપપ્રમુખ ધર્મેશભાઈ વડનગરા, કિશોરભાઈ મોનાણી, રાજુભાઈ વડનગરા, જયકિશનભાઈ પાલા, હર્ષભાઈ થડેશ્વર, જયેશભાઈ માંડલિયા તથા સોની સમાજના આગેવાન કિશોરભાઈ ભૂવા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સિટી-એ ડિવિઝન વિસ્તારમાં આવતા આંગડીયા પેઢીના માલિક તથા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના એએસઆઇ બસીરભાઇ મલેકની અખબાર યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application