અમરેલીના ચકચારી લેટરબોંબની આગમાં રાજકીય નેતાઓએ જેને જેમ મજા આવે એમ રોટલા શેકયા પરંતુ અંતે રાજકીય ઈશારે કામ કરતી પોલીસ ભીંસમાં આવી છે, અમરેલી પોલીસને પાયલ ગોટીના જામીન વખતે અદાલતે પણ ઠપકો આપ્યો હતો અને હવે જેમનું રિ–કન્ટ્રકશનના નામે સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઉપરાંત કસ્ટડીમાં અમરેલીની દીકરી ઉપર પોલીસએ પાસવી અત્યાચાર કર્યેા હોવાનું પાયલ ગોટીએ મીડિયા સમક્ષ અને ધારાસભ્ય અને દંડક કૌશિક વેકરિયાને લખેલા પત્રમાં પણ ઉલ્લેખ કરી પોલીસ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. હાલ અમરેલી પોલીસની કામગીરી ઉપર જનતામાં સવાલ ઉઠા છે.
રાજકારણના એપી સેન્ટર મનાતું અમરેલી ફરી એક વખત રાજકીય અખાડો બન્યું હતું. ધારાસભ્ય કૌશિક વેકરીયા ઉપર ભાજપને ધ્રુજાવી દે એવા સનસનાટી ભર્યા આક્ષેપ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના લેટરપેડ ઉપર થયા હતા અને આ લેટર પ્રદેશ સંગઠન સુધી પહોંચાડી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારથી રાજકીય યુધ્ધ શ થયું હતું અને ધીમે ધીમે મામલો પોલીસની હદમાં આવી ગયો હતો. જેના નામે લેટર ફરતો થયો હતો એ તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસએ ઘટનામાં સંડોવાયેલા તાલુકા ભાજપના મનીષ વઘાસીયા અને આ લેટરમાં મિલપિપણું ધરાવતા જશવતં ગઢ ગામના સરપચં અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા અને મનીષ વઘાસીયાની ઓફિસમાં ઓપરેટર તરીકે કામ કરતી પાયલબેન ગોટીની ધરપકડ કરી હતી. અને બીજા દિવસે રાજકીય ઈશારે રિ–કન્ટ્રકશનના નામે સરઘસ કાઢવામાં આવતા સમગ્ર મામલો પાયલ ગોટી તરફ ફંટાયો હતો અને આ મુદ્દો રાજકીય અને સામાજિક બન્યો હતો. ગંભીર ગુનો ન હોવા છતાં કુંવારી દીકરીનું સરઘસ કાઢવા મામલે ભાજપ અને પોલીસ ઉપર શાબ્દિક ફટકાબાજી પણ થઇ છે. મુદ્દે પાટીદાર સમાજમાં પણ રોષ ફેલાયો હતો અને ખોડલધામ સમિતિ સહિતની સંસ્થાઓ, કોંગ્રેસ–આપ અને ભાજપના પાટીદાર આગેવાનોની બેઠકો શ થઇ હતી. ગામો ગામ આ ઘટનાને પગલે આવેદન પણ આપવામાં આવ્યા હતા. અંતે પાયલ ગોટીની જામીન અરજી મુકવામાં આવતા અમરેલી કોર્ટે પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી કહ્યું હતું કે, કોઈ પણ મહિલાની સૂર્યાસ્ત પછી કે સૂર્યાસ્ત પહેલા ધરપકડ ન કરવી એ સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં તેનું ઉલંઘન કયુ છે. કોર્ટે પાયલ ગોટીના જમીન મંજુર કરતા પાયલને જેલની બહાર નીકળતા રાજકીય સ્વાગત થયું હતું. અને પાયલ ગોટીએ સત્ય મેવ જયતે શબ્દો મીડિયાને કહ્યા એ પણ કહેવડાવવામાં આવેલા જ શબ્દો હતા. ત્યારે સમગ્ર મામલે ભાજપ–કોંગ્રેસએ પોતાના રાજકીય રોટલા ભરપૂર શેકી લીધા હતા. આ રાજકીય ગરમાવો અહીં જ સુધી જ સીમિત રહ્યો નહતો જેલમાંથી છૂટાના સ્વસ્થ થયા બાદ ગઈકાલે પાયલ ગોટીએ એક પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી અને આ કોન્ફરન્સમાં પોલીસ સામે આક્ષેપ બાજી કરી હતી અને પોતાની રાજકીય એન્ટ્રી બાબતે ના પાડી દીધી હતી. વધુમાં તેણીએ જેના નામે આ કાંડ થયો એ ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિક વેકરીયાને ત્રણ પાનાંનો સવેંદનશીલ પત્ર લખી પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ લેટરના શબ્દોમાં પોલીસની સાથે સમાજના આગેવાનોને પણ કેટલીક ટકોર કરી હોવાનું જોવા મળ્યું છે. હાલ તો અમરેલી લેટરકાંડમાં ધરાસભ્યકૌશિક વેકરિયાનો અને ભાજપનોં ખેલ પોતા ઉપર ભારી પડો હોવાની ચર્ચા અમરેલીના ચોરે ચર્ચાઈ રહી છે. ત્યારે આવતા દિવસોમાં આ લેટરબોંબની ઈંકેટ કયાં અને કોને પડે છે એ જોવું રહ્યું.
પાયલનો પત્ર: કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો નારીના સ્વાભિમાનનું વક્રાહરણ
સ્નેહી મોટાભાઇ,
હુંતમારી બહેન અને ગુજરાતના ગરીબ પરિવારની એક પોલીસથી પીડિત દીકરી છું અને તમે અમારા નેતા, અમરેલીના પ્રતિનિધિ, રાજયના ખાસ સેવક અને ખુદ જ રાજય સરકારનું અભિન્ન અગં છો ત્યારે, ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછરીને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરીની રાજયના ખુદ રક્ષકો દ્રારા જ કાયદાનું ઉલ્લ ંઘન કરીને અડધી રાતે ધરપકડ કરવામાં આવે, રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવે, સાથીદારોને ડંડા મારી મને ભયભીત કરવામાં આવે, ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે, નામ. કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ લેવામાં આવે, મને બેસાડીને બેરહમીથી પટ્ટા મારવામાં આવે, જેલના સળીયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શકિતના સ્વાભિમાનનું વક્રાહરણ કરનારી કમનસીબ ઘટનાથી મને તથા સમગ્ર ગુજરાતની ગરીમાને ભારે મોટી ઠેસ પહોંચી છે.
હાલ સ્વતત્રં ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને સંવિધાનથી ચાલતા શાસનમાં કાયદાને અહંકારની એડીએ કચડીને ખુદ કૌરવરૂપી રક્ષકોએ જ તમારી બહેન અને ગરવા ગુજરાતની એક કુંવારી કન્યાની લા, મર્યાદા અને સ્વાભિમાનનું વક્રહરણ કયુ તેનાથી હત્પં ખુબ જ વ્યથિત અને દુ:ખ અને શરમની લાગણી અનુભવું છું.
સાહેબ, ભારતનો ઇતિહાસ એનો સાક્ષી છે કે જયારે જયારે આ દેશમાં એક અબળાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે ત્યારે શ્રીકૃષ્ણએ દ્રૌપદીના ચીર પુર્યા છે. અને જયારે જયારે રાજના દરબારીઓ ચુપ રહ્યા છે ત્યારે ત્યારે જ મહાભારતના મંડાણ થયા છે.
મોટાભાઇ, રાજયમાં આવી વારંવાર નારી સન્માનને ઠેસ પહોંચાડનારી શરમજનક અને કમનસીબ ઘટનાઓનો કદાચ હત્પં પહેલો ભોગ ભલે ના બની હોવ પરંતુ હવે ભવિષ્યમાં ગુજરાતની કોઇપણ અબળાની આબરૂ દાવ પર ના મુકાય એવી અપેક્ષા સહ બનેલી ઘટનામાં જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લ ંઘન કરનારા તમામ રક્ષકો ઉપર તત્કાળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરાવવા માટે દર્દભરી વિનંતી કરૂ છું.
મારી ઉપર વિતેલી પીડાની દરેક પળે પ્રેમ, હંફ અને સાથ સહકાર આપનારા તમામ કૌટુંબિક, સામાજિક અને રાજકીય પરિવારજનનો અંતકરણથી આભાર માનુ છું.
નારી સ્વાભિમાનના ભવિષ્યને સુરક્ષિત અને સુનિિત કરવા માટે મારી ન્યાયની લડાઇમાં પરીણામ સુધી સહયોગ આપવા માટે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અંતકરણથી અપીલ કરૂં છું.
આપની નાની બહેન,
પીડિત પાયલના પ્રણામ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજકેટ-2025ની પરીક્ષા 23 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી
January 07, 2025 11:02 PMઅમદાવાદના ફ્લાવર શો: વિશ્વનો સૌથી મોટો બુકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
January 07, 2025 11:00 PMરંગબેરંગી પતંગોથી ગુંજશે આકાશ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
January 07, 2025 10:59 PMરાજકોટ અને ભાવનગરના DDOની બદલી, સુરેન્દ્રનગર અને નડિયાદને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર
January 07, 2025 09:11 PMઓખા દ્વારકા હાઇવે પર અકસ્માત, એક વ્યક્તિનુ મોત અને 3 ઈજાગ્રસ્ત
January 07, 2025 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech