આપઘાતી માછલી તરીકે ઓળખાતી સ્પર્મ વ્હેલના મૃત્યુ બાદ અથવા તેના પાચનતંત્રમાંથી બહાર નીકળતી એમ્બરગ્રીસની વિશ્વમાં ભારે માંગ છે. થાઈલેન્ડ, યમન, ફ્રાન્સ, સઉદી અરેબિયા, અને દુબઈ જેવા દેશોમાં એમ્બરગ્રીસનો વપરાશ તાંત્રિક વિધિઓ અને આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે, જેના કારણે તેનો ગેરકાયદેસર વેપાર વધી રહ્યો છે.
વ્હેલ માછલીની ઉલ્ટીની વિશ્વમાં ભારે માંગ છે. થાઈલેન્ડ, યમન, ફ્રાન્સ, સઉદી અરેબિયા, અને દુબઈ જેવા દેશોમાં વ્હેલ માછલીની ઉલ્ટીનો વપરાશ તાંત્રિક વિધિઓ અને આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. જેના કારણે તેનો ગેરકાયદેસર વેપાર વધી રહ્યો છે. ત્યારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા તળાજા પોલીસ સ્ટેશનની હદમાંથી એક શખસને 1.358 કિલો વ્હેલ માછલીની ઊલ્ટી સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉલ્ટીની કિંમત 1.35 કરોડથી વધુ છે અને એનાં ગેરકાયદેસર વેપારથી સંકળાયેલા નેટવર્ક અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં આ પદાર્થ કોને આપવાનો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તે અંગે વધુ તપાસ ચાલુ છે.
શું છે વ્હેલ માછલીની ઉલ્ટી, શા માટે છે મોંઘી?
એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી) એક દુર્લભ કુદરતી પદાર્થ છે, જે સ્પર્મ વ્હેલ (શુક્કર માછલી) ના પાચનતંત્રમાં બને છે. અમુક વ્હેલ માછલીઓના પેટમાં આ પદાર્થ રચાય છે અને તે ઉત્સર્જન થવાથી સમુદ્રમાં વર્ષો સુધી તરતો રહે છે. સમય જતા તે એક ખાસ સુગંધ ધરાવતો મોંઘો પદાર્થ બની જાય છે, જેનો ઉપયોગ મુખ્યત્વે લક્ઝરી પરફ્યુમ ઉદ્યોગમાં ફ્રેગ્રન્સ સ્ટેબિલાઈઝર તરીકે થાય છે.
ઉલ્લેખનીય છે કે જગતની કેટલીક પ્રખ્યાત પરફ્યુમ બ્રાન્ડ્સ જેમ કે Chanel, Dior, Creed અને Clive Christian દ્વારા એમ્બરગ્રીસનો ઉપયોગ કરવામાં આવે છે. તેની એક નાનકડી માત્રા પણ પરફ્યુમની સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખે છે, જેનાથી તેની માગ સદાય ઉંચી રહે છે.
ભારતમાં ગેરકાયદેસર ધંધો અને કાયદો
ભારતમાં વ્હેલ માછલીઓ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે, જેના કારણે એમ્બરગ્રીસનો વેપાર, વેચાણ, ખરીદી અને સંગ્રહ ગેરકાયદેસર છે. વિશ્વભરમાં આ પદાર્થ માટે મોટું ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત છે, અને ભારતમાં પણ તસ્કરો અવારનવાર આ પદાર્થના વેપાર માટે ઝડપી પડાતા રહે છે.
પોલીસ તપાસ અને ગૂંચવણભર્યો કેસ
LCB દ્વારા આ પદાર્થ કોને આપવાનો હતો, ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને વધુ કેટલા લોકો આ ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ભવિષ્યમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે. ગઈકાલે શખ્સની ધરપકડ પછી પોલીસે પદાર્થની પ્રામાણિકતા માટે ફોરેન્સિક તપાસ મોકલી છે, જેનાથી એ સ્પષ્ટ થશે કે એમ્બરગ્રીસ મૂળ વ્હેલ માછલીનો છે કે નહીં.
વિશ્વમાં ગેરકાયદેસર બજાર
આપઘાતી માછલી તરીકે ઓળખાતી સ્પર્મ વ્હેલના મૃત્યુ બાદ અથવા તેના પાચનતંત્રમાંથી બહાર નીકળતી એમ્બરગ્રીસની વિશ્વમાં ભારે માંગ છે. થાઈલેન્ડ, યમન, ફ્રાન્સ, સઉદી અરેબિયા, અને દુબઈ જેવા દેશોમાં એમ્બરગ્રીસનો વપરાશ તાંત્રિક વિધિઓ અને આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે, જેના કારણે તેનો ગેરકાયદેસર વેપાર વધી રહ્યો છે.
આરોપીની વધુ પુછપરછ ચાલુ
LCB દ્વારા શખ્સની પૂછપરછ ચાલુ છે, અને આ પદાર્થ ક્યાં વેચવાના હેતુથી લાવવામાં આવ્યું હતું તે જાણવાની કોશિશ થઈ રહી છે. જો આ કૌભાંડ પાછળ કોઈ મોટું મફિયા નેટવર્ક કાર્યરત હશે, તો નજીકના સમયમાં વધુ છટકાઓ પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech