શહેરની ભાગોળે જીવાપર ગામના પાટીયા પાસેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂ ભરેલી મારૂતી સ્વીફટ કાર ઝડપી લીધી હતી.કારમાંથી 576 દારૂના ચપલા અને કાર સહિત કુલ રૂપિયા 3.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂના આ જથ્થા સાથે બે રાજસ્થાની શખસોને ઝડપી લીધા હતા.જયારે અન્ય એક રાજસ્થાની શખસનું નામ ખુલ્યું છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એસ.ગરચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ સોનારા અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જીવાપર ગામના પાટીયા પાસે અમદાવાદ રાજકોટ હાઇવે પર પોલીસે એક શંકાસ્પદ સ્વીફ્ટ કાર ઝડપી લીધી હતી. પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી રૂપિયા 57,600 ની કિંમતના 576 દારૂના ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે કારમાં સવાર દેવકરન ભોમાજી ગુર્જર (રહે લાછુડા તા. ભીલવાડા, રાજસ્થાન) અને ચંપાલાલ નારાયણ લાલ ગુર્જર (ઉ.વ 19 રહે. બદનોર, ભીલવાડા, રાજસ્થાન) ને ઝડપી લીધા હતાં
ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂ. 3.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બંને શખસોની પૂછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં રહેતા પારસ મેવાડા નામના શખસે કારમાં દારૂનો આ જથ્થો ભરી આપ્યો હતો અને રાજકોટ પાસે પહોંચ્યા બાદ તેને કોલ કરી દારૂ કોને પહોંચવાનો છે તે અંગે સૂચના મળવાની હતી. જેથી પોલીસે પારસ નામના આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech