સાતમ આઠમના તહેવારમાં શ્રાવણીયો જુગાર રમવાના વણ લખ્યા નિયમ મુજબ જન્માષ્ટ્રમીનો તહેવાર આવતા જ ઠેક ઠેકાણે જુગાર રમાવવાનું શ થઈ જાય છે. ત્યારે પોલીસે જુગારના ત્રણ દરોડામાં કાલાવડ રોડ પર બુલ્સ કાફે, મોરબી રોડ પર લાકડાના ડેલામાં તેમજ અંબિકા ટાઉનશીપ પાસે લેટમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી ૧૯ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ કે.ડી.મા તથા તેમની ટીમ જેમાં હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બાળા, મોહસીનખાન મલેક, કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ઝાલા, કૃપાલસિંહ જાડેજા, જગદીશભાઈ વાંક,ભાનુશંકરભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી રોડ પર લાલપરી મફતિયાપરા પાસે ધરતી ટિમ્બર નામના લાકડાના ડેલામાં દરોડો પાડી અહીં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં આ ડેલો ભાડે રાખનાર મગન વેલજીભાઈ પાનસુરીયા ઉપરાંત નિલેશ રાઘવભાઈ પાનસુરીયા, અશ્વિન મકનભાઈ નાથાણી, અંકુર કનુભાઈ અકબરી, ધૃવિલ ગેલાભાઈ નાથાણી,દીક્ષિત શૈલેષભાઈ રામાણી, સંદીપ જીવણભાઈ બળેલીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૫૨,૭૦૦ કબજે કર્યા હતા.
જુગારના અન્ય દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે બુલ્સ કાફેમાં દરોડો પાડી અહીં જુગાર રમતા બુલ્સ કાફેના સંચાલક રામ લાખાભાઈ ખુટી (રહે. ગુજરાત હાઉસિંગ કોલોની, સોમનાથ સોસાયટી,મૂળ પોરબંદર) સહિત છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં રામ કિશોરભાઈ અજાણી, અંકિત રતનસિંહ કાનાણી, વિશાલ પ્રવીણભાઈ પઢીયાર, હાર્દિક હસમુખભાઈ સીણોજીયા અને મોહમ્મદફૈઝ ઇરફાન અહેમદ પીરઝાદાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૬,૫૦૦ કબજે કર્યા હતા. આ કામગીરીમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એમ.જે. વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ બી.આર. ભરવાડ તથા તેમની ટીમ સાથે રહી હતી.
જુગારના અન્ય એક દરોડામાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હત્પણ તથા તેમની ટીમ અંબિકા ટાઉનશીપમાં આવેલી દર્શન વાટીકા સોસાયટીમાં લેટ નંબર ૧૦૩ માં રહેતા પ્રશાંત ભરતભાઈ સોલંકીના લેટમાં દરોડો પાડી અહીં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં પ્રશાંત સોલંકી ઉપરાંત રાકેશ રણછોડભાઈ સાવલિયા, દિપક દિનેશભાઈ કાજીયા, જય નિલેશભાઈ ભાલાણી તથા વિશાલ ચંદુભાઈ વડાલીયાનો સમાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ પિયા ૬૪,૩૫૦ કબજે કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech