જામનગર જિલ્લામાં ૯૧.૩૮૩ હેકટરમાં જમીનમાં વાવેતર

  • December 08, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વર્ષે જીરાના વાવેતરમાં બમણો વધારો થયો: જિલ્લામાં ઇસબગુલ, વરિયાળી અને સુવાનું પણ વાવેતર થયું: સૌથી વધુ ચણા ૩૯ર૯૮ અને જીરુ ર૦પપ૮ તેમજ ઘઉં ૧૬૯૬૦ હેકટરમાં થયું વાવેતર

જામનગર જિલ્લામાં શિયાળાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે અત્યાર સુધીમાં ૯૧.૩૮૩ હેકટરમાં વાવેતર થયું છે, આ વર્ષે જીરાના વાવેતરમાં બમણો વધારો થયો: જિલ્લામાં ઇસબગુલ, વરિયાળી અને સુવાનું પણ વાવેતર થયું છે, ત્યારે સૌથી વધુ ચણા ૩૯ર૯૮ અને જીરુ ર૦પપ૮ તેમજ ઘઉં ૧૬૯૬૦ હેકટરમાં વાવેતર થયું છે. આમ ચણા આ વખતે પાકશે તેમ જાણવા મળે છે.
જામનગર જિલ્લામાં ધ્રોલ તાલુકામાં ૪૭૦૬, જામજોધપુર તાલુકામાં ૮૯૧૭, જામનગર તાલુકામાં ૬૭૯૫૪, જોડિયા તાલુકામાં ૧૧૫૬૨, સલાયામાં ૨૭૬૪૦ અને લાલપુર તાલુકામાં ૧૦૬૦૪ હેકટર જમીનમાં વાવેતર થયું છે, જેમાં પિયત ઘઉંનું ૧૬૯૫૭, બિન પિયત ઘઉંનું ૧૦, પિયત ચણાનું ૩૬૩૯૫, બિન પિયત ચણાનું ૪૯૦૦, રાઇનું ૯૮૩, જીરુનું ૨૦૫૬૮, ધાણાનું ૫૬૦૦, લસણનું ૬૭૫, સુવા ૨૩૨, ઇસબગુલનું ૪, વરીયાળીનું ૧૦, ડુંગળીનું ૭૬૭, શાકભાજીનું ૧૬૬૮, ઘાસચારાનું ૪૫૨૭ હેકટર જમીનમાં વાવેતર થયું છે. તો અજમાનું ૬૭ અને ફલવારનું ૨૭ હેકટર જમીનમાં વાવેતર થયું છે, તે સુવાનું માત્ર જોડિયામાં ઇસમગુલનું લાલપુરમાં અને વરિયાળીનું જોડિયા તાલુકામાં જ વાવેતર થયું છે.
આ વર્ષે શિયાળો મોડો શરુ થયો છે, ત્યારે જામનગર અને કાલાવડ તાલુકામાં શિયાળુ પાક વધુ વાવવામાં આવ્યો છે, સીઝનની આખરમાં વરસાદ ન થતાં શિયાળુ પાકનું વાવેતર થોડું મોડું શરુ થયું છે તેમ ખેતીવાડી વિભાગના અધિકારીઓનું કહેવું છે. ચોમાસામાં સારા વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો મુખ્ય પ્રમાણમાં હોવાથી ગત વર્ષ કરતા પણ આ વર્ષે શિયાળુ પાકનું વધુ વાવેતર થશે. ડેમોના નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોના પાણીના સોર્સ જીવિત છે અને પાણી હોવાથી વાવેતર કરવામાં આવી રહ્યું છે, તાલુકાની વાત કરીએ તો સૌથી વધુ વાવેતર જામનગર તાલુકામાં અને સૌથી ઓછું વાવેતર ધ્રોલ તાલુકામાં થયું છે. ર૧ ડેમોમાં શિયાળુ પાક માટે ૬૯૬૪ એફસીએમટી પાણી છે, તેમાં રંગમતીમાં ૧૦૮, વાગડીયા ૭ર, વોડીસાંગ ર૪૧, વિજરખી ર૯ર, સપડા ૧૬પ, રુપારેલ ૧રપ, સસોઇ ૧૧૦૯, ડાયમીણસાર ૩૧૯, ઉમીયાસાગર ૪૪, પન્ના રર૦, ફુલઝર-૧ માં ૩૦૬, ફુલઝર-કોબજા ૪૬પ, ઉંડ-૩ માં ૧૦ર, કંકાવટી ૧૩૭, ઉંડ-૨ માં ૬૮૬, ફુલઝર-૨ ૪૯, સસોઇ-૨ માં ૬૩૬, આજી-૪ માં ૪૦૧, ફોફળ-૨ માં ૩૩, રુપાવટી ૧૪, ઉંડ-૧ માં ર૦૩પ, કુલ ૬૦૯૪ એમેસીએફટી પાણી છે અને આ વખતે ઇસબગુલ, સુવા અને વરિયાળીનું વાવેતર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application