પ્લેનની બારીનો કાચ આકાશમાં તુટ્યો એરલાઈન્સે કર્યું ઈમરજન્સી લેન્ડિંગ

  • January 06, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન અલાસ્કા એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે ટેકઓફ કરી રહી હતી ત્યારે તેની બારીનો એક ભાગ આકાશમાં તૂટીને હવામાં ઉડી ગયો હતો. આ પછી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને ત્યારબાદ પ્લેનનું અમેરિકાના ઓરેગોનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.


સમગ્ર ઘટના વિષે એરલાઈન્સે જણાવ્યું હતું કે "  પોર્ટલેન્ડ, ઓરેગોનથી ઓન્ટારિયો, કેલિફોર્નિયા જતી અલાસ્કા એરલાઈન્સ ફ્લાઈટ 1282 પર ટેકઓફ થયાના થોડા સમય બાદ એક ઘટના બની હતી તેની બારીનો એક ભાગ આકાશમાં તૂટીને હવામાં ઉડી ગયો હતો.  આ દરમિયાન કોઈને ઈજા થઈ છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે અકસ્માત થયો ત્યારે વિમાનમાં 174 મુસાફરો અને છ ક્રૂ  મેમ્બર સવાર હતા. એરલાઈન્સે  કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.  પ્લેન 174 મુસાફરો  અને 6 ક્રૂ મેમ્બર સાથે પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application