ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (જીકેસ) પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને પ્રવેશ આપવાની ચાલુ શૈક્ષણિક સત્રની સરકારની નવતર પદ્ધતિના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 11 સરકારી યુનિવર્સિટી સલગ્ન અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે અને ખાનગી યુનિવર્સિટીઓને એડમિશનના મામલે બખ્ખા થઈ ગયા છે. હવે આવો બીજો જ એક પ્રયત્ન પીએચડી કરવા માગતા વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓના હવાલે મુકવા અને લાખો રૂપિયાના ખર્ચ પછી પીએચડી થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા તરફનો તખતો ગોઠવાઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અને શિક્ષણ જગતના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ માન્ય ગાઈડને તમે કેટલા વિદ્યાર્થીઓ ભરવા માંગો છો? તેવી ઈચ્છા જાણતો પત્ર ગાઈડને લખ્યો છે. જે તે ગાઈડ પાસે અત્યારે કેટલા વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે અને કેટલી જગ્યા ખાલી છે તેની વિગતો પણ યુનિવર્સિટીએ ગાઈડ પાસે માંગી છે. આગામી તારીખ ત્રણ ઓક્ટોબર સુધીમાં આ માહિતી યુનિવર્સિટીને પહોંચાડી દેવા જણાવ્યું છે.
પીએચડી કરવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા અને તેની લાયકાતને ધ્યાનમાં રાખીને ગાઈડને વધુમાં વધુ વિદ્યાર્થીઓ લેવા માટે ફરજ પાડવાના બદલે ઈચ્છા જાણવા માટેના આ પરિપત્રથી ભારે ચચર્િ જાગી છે. વર્તમાન વ્યવસ્થા મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસર ચાર, એસોસિએટ પ્રોફેસર છ અને પ્રોફેસર આઠ વિદ્યાર્થીઓને પીએચડીના સટુડનટ તરીકે લઈ શકે છે.
જે યુનિવર્સિટી સંશોધનાત્મક પ્રવૃત્તિને વધુમાં વધુ મહત્વ આપતી હોય તેનું નામ થતું હોય છે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રીડીટેશન કમિટીમાં પણ પીએચડી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ મહત્વની બનતી હોય છે. ત્યારે પ્રોફેસરોને દબાણ કરીને તેમને ફાળવવામાં આવેલા કવોટા મુજબ વિદ્યાર્થીઓને લેવાના બદલે ઈચ્છા જાણવાનો મુદ્દો ચચર્સિપદ બન્યો છે.
જો પ્રોફેસરો ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ લેશે તો પીએચડી કરવા માગતા વિદ્યાર્થીઓએ લાખો રૂપિયાની ફી ભરીને ખાનગી યુનિવર્સિટીમાં જવું પડશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજોમાં અનુસનાતક અભ્યાસક્રમોને મંજૂરી આપવામાં આવી છે અને અહીં સિનિયર પ્રોફેસર તરીકે કામ કરતા અનેક પ્રોફેસરો ગાઈડ તરીકેની પણ માન્યતા ધરાવે છે. પરંતુ યુનિવર્સિટી એ કોલેજોના અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસરો ગાઈડ તરીકે જવાબદારી નહીં સંભાળી શકે એવો પણ નિર્ણય લેતા પીએચડી ની સીટમાં મોટા ઘટાડાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech