ખાડામાં પટકાતા યુવકના મોતના બનાવમાં ખાડો ખોદનારની ધરપકડ

  • February 22, 2023 10:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે 25 દિવસ પૂર્વે મનપા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પટકાતા સળીયો શરીરમાં ખુપી જતા પરિવારના આધારસ્તંભ સમાન લોહાણા યુવાનનું મોત થયું હતું.આ ઘટનામાં પોલીસે આર.એમ.સીના જવાબદાર કર્મચારી સામે બેદરકારી દાખવવા અંગે ગુનો નોંધ્યો હતો.આ મામલે પોલીસે ખાડો ખોદનાર પેટા કોન્ટ્રાકટરની ધરપકડ કરી છે.પોલીસ આ પ્રકરણમાં મોટામાથા સુધી પહોચશે કે માત્ર પેટા કોન્ટ્રાકટરની ધરપકડ કરી સંતોષ માની લેવામાં આવશે તેને લઇ ભારે ચચર્િ જાગી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ,માધાપર ચોકડી પાસે ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચશ્માની દુકાનમાં કામ કરનાર હર્ષ અશ્ર્વિનભાઇ ઠક્કર(ઉ.વ 25) નામનો યુવાન ગઇકાલે સવારના બાઇક લઇને નોકરીએ જવા નીકળ્યો હતો.દરમિયાન રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે તે અકસ્માતે અહીં મનપા દ્વારા ખોદવામાં આવેલા આઠ ફૂટ લાંબા,ચાર ફૂટ પહોળા અને ત્રણેક ફૂટ ઉંડા ખાડામાં પટકાતા તેને અહીં પીલર લેવા માટે રાખેલા લોખંડના સળીયા શરીરમાં ઘૂસી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને લઇ યુવાનના પિતા અશ્ર્વિનભાઇ રમેશભાઇ ઠક્કર(ઉ.વ 52) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આરએમસીના જવાબદાર અધિકારીના નામ આપ્યું હતું.પ્રૌઢની ફરિયાદ પરથી આરએમસીના જવાબદાર કર્મી સામે આઇપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો હતો.

તા.19 ના આરોપીને ઝડપી લીધો છતા ગાંધીગ્રામ પોલીસે ભેદી રીતે આ માહિતી છૂપાવી રાખી

પોલીસ દ્વારા સામાન્ય રીતે દારૂની બોટલ અને બાઇક ચોરી જેવા કિસ્સાઓમાં પણ આરોપીઓના ફોટા સાથે મીડિયાને પ્રેસનોટ આપવામાં આવતી હોય છે. પરંતુ ખાડામાં પડી જતા યુવાનનું મોત થયાની આવી ગંભીર ઘટનામાં 25 દિવસ બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.એટલું જ નહીં તારીખ 19 ના રોજ પોલીસે આ આરોપીની ધરપકડ કયર્િ બાદ તેને જેલહવાલે પણ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ત્યાં સુધી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ.રાણે દ્વારા આ મામલે મીડિયાને કોઈ માહિતી આપવામાં આવી નથી. જ્યારે મીડિયાને આ વાતની જાણ થઈ ત્યારે તેમનો સંપર્ક કરવાની કોશિશ કરતા હજુ પણ તેઓ આ મામલે કોઈ વિગત આપવાનું ટાળી રહ્યા છે. ત્યારે પોલીસના આ ભેદી વલણને લઈ ભારે ચચર્િ જાગી છે.




આ માલમે ગાંધીગ્રામ પોલીસે ભેદી રીતે રણજીત બિલ્ડકોનના પેટા કોન્ટ્રાકટર કિશોર પાલાભાઇ જાદવ(ઉ.વ 60) ની ધરપકડ કરી છે.પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ખાડો ખોદ્યો હોય તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.આ પ્રકરણમાં પોલીસે પેટા કોન્ટ્રાકટરને તો ઝડપી લીધો છે.પરંતુ મોટા માથા સુધી પહોચશે કે તપાસ પર અહીં જ અહીં જ પૂર્ણવિરામ મૂકી દેવામાં આવશે તેને લઇ ભારે ચચર્િ જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application