શહેરના રેલનગરમાં રહેતા સાસુ–વહત્પએ ફિનાઈલ પી લેતા સિવિલમાં સારવાર લીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં પ્રમુખ સ્વામી દર્શન પાર્કમાં રહેતા સીમાબેન રાજુભાઈ પાલ (ઉ.વ.૪૭) અને તેનું પુત્રવધુ અંજલીબેન અમિતભાઇ પાલ (ઉ.વ.૨૨)બંનેએ ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને કરી હતી. જો કે પોલીસ આવે પહેલા જ બંને રજા લઇ નીકળી ગયા હતા આથી કયાં કારણથી બંનેએ પગલું ભયુ તે જાણી શકાયું નથી.
પટેલનગરમાં આવેલા માતિ ટાઈમ્સ નામના કારખાનામાં યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
કોઠારીયા રોડ પરના નીલકઠં પાર્ક–૧માં રહેતો અને પટેલનગર–૯માં આવેલા માતિ ટાઈમ્સ નામના કારખાનામાં કામ કરતો મોહિત કાંતિભાઈ દુધાત્રા (ઉ.વ.૩૬)નામના યુવાને કારખાનામાં જ ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે
રીબડા પાસે ટ્રેન નીચે ઝંપલાવી રાજકોટના યુવાને મોત મીઠું કયુ
ગોંડલ: રાજકોટના કોઠારીયા ચોકડી પાસે રહેતા સુરેશભાઈ અરજણભાઈ ખાટરીયા ઉમર વર્ષ ૪૧એ માનસિક બીમારીથી કંટાળી ગોંડલ તાલુકાના રીબડા ગામ પાસે ટ્રેન નીચે ઝંપલાવી મોત મીઠું કરી લેતા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ વાળા રમેશભાઈ વાગડીયા ને થતા દોડી ગયા હતા ત્યાં યુવાનનું બાઈક પડું હતું અને તેને ડેકી ખોલતા તેમાં કંકોત્રી મળી હતી તેના આધારે યુવાનના પરિવારજનોનો ગણતરીની કલાકમાં જ સંપર્ક થયો હતો પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સુરેશભાઈ ખાટરીયા ગોંડલ જવાનું કઈ ઘરેથી નીકળ્યા હતા બાદમાં તેમનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમની શોધ શ કરી હતી દરમિયાન પોલીસનો સામેથી ફોન આવતા જાણ થતા પરિવારજનો શોક મ બન્યા હતા યુવાન માનસિક બીમારીથી પીડાતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech