આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટો દ્વારા ૩૬,૦૦૦ ટ્વિટ્સ કરી, હેશટેગ સાથે અન્યાય વર્ણવ્યો

  • August 28, 2023 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફાર્માસિસ્ટોએ વિરોધ વ્યક્ત કર્યો

રાજ્યના મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીના પ્રયત્નોના પરિણામે આજે દેશના છેવાડાના માનવી સુધી સરકારી સંસ્થા દ્વારા જ નિશુલ્ક દવાઓ, તબીબી સાધનો અને જરૂરી સર્જીકલ વસ્તુઓ મળતી થઈ છે. જેથી લોકોનો આરોગ્યનો ખર્ચ દિવસે દિવસે ઘટી રહ્યો છે. પરંતુ આ બધી વસ્તુઓના પાયાના પથ્થર સમાન દવાઓના રિસર્ચ, બનાવટ, મેન્યુફેક્ચરિંગ, જાળવણી અને દવાઓને દર્દીઓ સુધી પહોંચાડી તેમને સમજાવવા સુધીની કામગીરી આ તમામ દવાઓના એક્સપર્ટ ફાર્માસિસ્ટો દ્વારા કરવામાં આવે છે.
આ ઉપરાંત સાર્વત્રિક રસીકરણ પ્રોગ્રામમાં વેક્સિનની અતિ સંવેદનશીલ કામગીરી પણ ફાર્માસિસ્ટ દ્વારા પુરી નિષ્ઠાથી કરવામાં આવે છે. કોરોના મહામારીમાં પણ દિવસ-રાત કામ કરીને કોવિડ વેક્સિનનું કલેક્શન કર્યું હતું. જેના લીધે સમગ્ર ગુજરાતમાં અસરકારક રીતે રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયું હતું.
ફાર્માસિસ્ટ પાસેથી ઘણી બધી વધારાની કામગીરી વર્ષોથી લેવાઈ રહી છે અને તેની સામે તેમને કોઈ વધારાનો મહેનતાણાનું ચુકવણું કરવામાં આવતું નથી. જે બાબતે ઘણા સમયથી ફાર્માસિસ્ટોમાં રોષ વ્યાપેલો હતો. ત્યારે સરકાર દ્વારા તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે.
જેને દુ:ખદ બાબત ગણાવી, સમગ્ર ગુજરાત સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફાર્માસિસ્ટો દ્વારા ટ્વિટર ઉપર ઠરાવવામાં આવ્યું હતું અને અંદાજિત ૩૬,૦૦૦થી વધુ ટ્વીટ્સ કરી તેમણે તેમની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
મત્સ્યન્યાયફાર્માસીસ્ટ હેશટેગ સાથે અંદાજિત ૩૬,૦૦૦થી વધુ ટ્વીટ કરી તેમણે તેમની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. ફાર્માસિસ્ટ માટે મત્સ્ય ન્યાય ન રાખે તેવી તમામ ફાર્માસીસ્ટની સરકારમાં હૃદયપૂર્વક અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application