'કાલે મેં બોલાવી, તો કેમ ન આવી' મેસેજ કરનાર ભેસાણના પ્રોફેસર સામે પગલાં લેવા આવેદનપત્ર

  • March 24, 2025 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભેસાણમાં સરકારી કોલેજમાં અભ્યાસ કરતી વિધાથિર્નીને આસિસ્ટન્ટ પ્રોફેસર એ વોટસએપ પર બીભત્સ મેસેજ કર્યા હતા. વિધાર્થીને મેસેજ કરવાની ના પાડતા આંતરિક ગુણ જોઈએ છે નાપાસ થઈશ તો શું કહીશ એવી પરોક્ષ રીતે ધમકી આપી હતી જેથી આવા મેસેજ કરનાર માનસિક વિસ્તૃત આસિસ્ટન્ટ પ્રોફેસર સામે ગુનો દાખલ કરવા અને કમિટી દ્રારા તપાસ કરી પ્રોફેસરને બરખાસ્ત કરવા એબીબીપી એ માંગ કરી છે આજે એબીવીપી દ્રારા ભેસાણ મામલતદારને આવેદનપત્ર પાઠવી પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.



ભેસાણની સરકારી વિનયન કોલેજમાં અભ્યાસ કરતી વિધાથિર્નીને આસિસ્ટન્ટ પ્રોફેસર ઙો.સચિન પીઠડીયાએ જન્મદિવસે કોઈ ગિટ જોઈએ છે તેવા મેસેજ કર્યા હતા વિધાથિર્નીએ ના પાડી હતી ત્યારબાદ ફેબ્રુઆરીના અંતમાં ૧૧ વાગે વિધાથિર્નીને મેસેજ કરી કોલ કરવા કહ્યું હતું ત્યારબાદ કાલે મેં બોલાવી તો કેમ ન આવી તેવા મેસેજ કર્યા હતા અને અભદ્ર શબ્દ લખ્યા હતા યુવતીએ બાદમાં ઘરે પ્રોબ્લેમ થાય તેમ કહેતા હત્પં પ્રિન્સિપાલ ને કહીશ તો અધ્યાપકે માર્ચ જોતા છે ફેલ થઈશ તો ઘરે શું કહીશ એમ કહી તાંત્રિક ગુણ ન આપવા પણ ધમકી આપી હતી. વિધાથિર્નીએ પરિવારને પણ જાણ કરી હતી બાદમાં પ્રિન્સિપાલને પણ ફરિયાદ કરી હતી પ્રિન્સિપાલે વુમન સેલ સમક્ષ ફરિયાદ કરવા કહ્યું હતું. પોલીસ સુધી મામલો પહોંચ્યા બાદ અધ્યાપકે માફી માગી હતી જોકે સમગ્ર મામલે એબીવીપી ના જેનીલ ભાયાણી, દિનેશ ચોચા સહિતના સભ્યોએ ભેસાણ કોલેજના અધ્યાપક સામે કડક કાર્યવાહી કરવામાં આવે સમગ્ર મામલે કમિટી રચવામાં આવે અને પોલીસ ફરિયાદી બની કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.


આ મામલે વિધાર્થી યુનિયન દ્રારા ભેસાણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સરકારી વિનયન કોલેજમાં વિધાર્થીને વિવિધ મેસેજ કરવા મામલે તપાસ કરી અધ્યાપકને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું. સમગ્ર બનાવથી શિક્ષણ જગતમાં ચકચાર ફેલાઇ છે. એબીવીપી કમિટીની રચના કરી તટસ્થ તપાસ કરવા અને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભેસાણ તથા જિલ્લ ાના શૈક્ષણિક કેમ્પસમાં ઉગ્ર કાર્યક્રમ કરવાની ચીમકી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application