સરકારના નિર્ણયની ટીકા કરવાનો લોકોનો અબાધિત અધિકાર: સુપ્રીમ

  • March 09, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દેશના દરેક નાગરિકને સરકારના કોઈપણ નિર્ણયની ટીકા કરવાનો અધિકાર છે. કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણયની ટીકા કરવા બદલ એક પ્રોફેસર વિદ્ધ નોંધાયેલા કેસને રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટે ઉપરોકત ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક નાગરિકને કાયદાના દાયરામાં અસંમતિ વ્યકત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો.

શું હતો સમગ્ર મામલો?
વાસ્તવમાં, બોમ્બે હાઈકોર્ટે પ્રોફેસર વિદ્ધ નોંધાયેલી કલમ ૧૫૩એ (બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવી)ને રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. પ્રોફેસર પર વોટસએપ દ્રારા કલમ ૩૭૦ નાબૂદ કરવાના સરકારના નિર્ણયની ટીકા કરવાનો આરોપ હતો. આ પછી મહારાષ્ટ્ર્રના કોલ્હાપુર વિસ્તારમાં પોલીસે તેની સામે કેસ નોંધ્યો હતો.પ્રોફેસર જાવેદ અહેમદ હઝમ સામે નોંધાયેલા કેસમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેણે ૫ ઓગસ્ટે સરકાર દ્રારા કલમ ૩૭૦ નાબૂદ કરવાની ટીકા કરી હતી. તેમજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસર પર તેમને શુભેચ્છા પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક નાગરિકને સરકારના નિર્ણયની ટીકા કરવાનો અધિકાર છે. આ ઉપરાંત, જો કોઈ અન્ય દેશના નાગરિકને તેમના સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવે છે, તો તેમાં કઈં ખોટું નથી.

દરેકને અભિવ્યકિતની સ્વતંત્રતા છે
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએસ ઓકાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે બંધારણની કલમ ૧૯(૧)() હેઠળ દરેક નાગરિકને વિચાર અને અભિવ્યકિતની સ્વતંત્રતા છે. આ અંતર્ગત નાગરિકને સરકારના કોઈપણ નિર્ણયની ટીકા કરવાનો અધિકાર છે.કોર્ટે કહ્યું કે દરેક નાગરિકે પોતાનો અસંતોષ વ્યકત કરવાના અન્યના અધિકારનું સન્માન કરવું જોઈએ. સરકારના નિર્ણયો સામે શાંતિપૂર્ણ પ્રદર્શન અને અસંમતિ એ લોકશાહીનો અભિન્ન અગં છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે પોલીસ તંત્રએ અભિપ્રાય વ્યકત કરવાના અધિકાર અંગે શિક્ષિત અને જાગૃત થવું જોઈએ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application