ઉનાના નિવૃત્ત પ્રોફેસરના ઘરે પથ્થરરૂપે સ્થાપિત ગણપતિ જવાબ આપતા હોવાની માન્યતાથી લોકો ઉમટયા

  • November 30, 2024 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના ખાતે એક અચરજ પમાતી ઘટના બનવા પામી છે અને આ ઘટના સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં ચર્ચાની એરણે ચડી છે. ઉનાનાં ગિરગઢડા રોડ પર આવેલા જશરાજનગર ખાતે નિવૃત પ્રોફેસરનાં ઘરે એક પથ્થર છે. જેમાં ભગવાન ગણપતિજી સાક્ષાત વસતા હોવાનું અને આટલું જ નહીં આ ગણપતિજી લોકોનાં પ્રશ્નોના જવાબ આપતા હોવાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.
ઉનાનાં નિવૃત પ્રોફેસર હેમેન્દ્રભાઈ ત્રિવેદીના ઘરે એક ફટ જેટલો ઉંચો પથ્થર છે. આ પથ્થરમાં સાક્ષાત ગણપતિજી બિરાજે છે. તેવું તેઓનું કહેવું છે. આટલું જ નહીં જો લોકોને શ્રદ્ધા હોય તો આ ગણપતિ લોકોનાં પ્રશ્નોનાં જવાબ પણ આપે છે અને પ્રશ્નોનું નિવારણ પણ કરે છે...! ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આ સાચું હશે..? પેલી ગઝલ પંકિતની જેમ...જો શ્રદ્ધા હોય તો પુરાવાની જર નથી, શાક્રોમાં કયાંયે ઈશ્વરની સહી નથી. આ ગણપતિપી પથ્થર કયાંથી ઉના આવ્યો કેવી રીતે આવ્યો શા માટે ચર્ચામાં આવ્યો વગેરે પ્રશ્નોનાં ઉત્તર આપતા ત્રિવેદી  જણાવે છે કે, અમારો આખો પરિવાર આધ્યાત્મિક ભાવના ધરાવે છે. એમાં પણ ખાસ કરીને ગણપતિજીમાં વિશેષ શ્રદ્ધા છે. ગત ઓગષ્ટ્ર માસમાં ત્રિવેદી તેનો પરિવાર અને કેટલાક મિત્રો રાજપીપળા પાસે આવેલા ઉંબા ગામે ગણપતિજીના દર્શને ગયા હતાં. અવર નવાર તેઓ ત્યાં દર્શને જતા. આ વખતે સૌએ પ્રાર્થનાં કરી કે, હે દાદા આપ અમારે ત્યાં સૌરાષ્ટ્ર્રમાં પધારો ગણપતિજીએ પ્રાર્થનાં સાંભળી અને ત્રિવેદી સાથે રહેલા તેઓના મિત્ર ભાવેશભાઈ મેવાડાને ગણપતિજીએ આધ્યાત્મિક માનસીક સંદેશા વડે કહ્યું હત્પં જર આવીશ...મને લેવા આવવાની જર નથી. બે મહિના બાદ ભાવેશભાઈને સ્વપનમાં ગણપતિ આવ્યા અને સ્થળ દર્શાવ્યું તે ઉનાનાં તપોવન પાછળ મચ્છુન્દ્રી નદીમાં ચોક્કસ જગ્યા બતાવી. ત્રિવેદીને ગણપતિજી એ દિવ્ય દ્રષ્ટ્રિ આપી અને મચ્છુન્દ્રી નદીમાં જે જગ્યાએ જે પથ્થર હતો તે લઈને તેનું પૂજન કરવા કહ્યું...તે જ આ જવાબ આપતા ગણપતિ. ગણપતિજીની મૂર્તિ સ્વપ આ પથ્થરનું વજન અંદાજીત ૯થી ૧૦ કિલો જેટલું હશે. આ ગણપતિને ભાવથી શ્રદ્ધાપૂર્વક કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેઓ જો જવાબ આપવા ઈચ્છતા હોય તો હળવા થઈ જાય અને ન આપવા ઈચ્છતા હોય તો ભારે થઈ જાય છે. એક સેકન્ડમાં પથ્થર પોતાનું વજન બદલે અને તે પણ ત્રણ ગણું તે આશ્ચર્યજનક ઘટના ગણી શકાય. ત્રિવેદીભાઇ આ પથ્થરને કહે દાદા આ વાત સાચી હોય અથવા તો અમુક ઘટના બનવાની હોય તો આપ હળવા અથવા ભારે થઈ ચોંટી જાઓ.. ત્યારે જો ગણપતિ સ્વપ આ પથ્થર જવાબ આપવા ઈચ્છતો હોય તો તે હળવો બની પ્રશ્ન પૂછનાર માટે હળવા બની જાય છે અને પ્રશ્ન પૂછનાર આ પથ્થર સહેલાઈથી ઉંચકી શકે છે અને બીજી જ સેકન્ડે દાદાને કહેવામાં આવે કે દાદા આ ઘટના જો ન બનવાની હોય તો આપ ચોંટી જાઓ..ત્યારે આ પથ્થર સ્વપ મૂર્તિ એકદમ ભારેખમ બની જાય છે અને ઉંચકી શકાતી નથી. આ ઘટનાએ જ સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં કુતુહલ સાથે આશ્ચર્ય જગાવ્યું છે.
ઉનાનાં જશરાજનગર ખાતે નિવૃત પ્રોફેસરના ઘરે લોકોના પ્રશ્નોના જવાબ અને નિરાકરણ આપતા ગણપતિજી પધાર્યા છે તે જાણી અનેક લોકો આ મૂર્તિ સ્વપ પથ્થરના દર્શને આવે છે. પોતાના દુ:ખ દર્દ અને પ્રશ્નો રજૂ કરે છે. જે લોકો શ્રદ્ધાથી અને ભાવથી પોતાના પ્રશ્નો રજૂ કરે છે તે સંદર્ભે ત્રિવેદી આ ગણપતિ સ્વપ પથ્થરને હળવા થવા અથવા ચોંટી જવા પ્રાર્થના કરે છે અને આ પથ્થર સેકંડોમાં હળવો અથવા અતિભારે થઈ જઈ શ્રદ્ધાળુઓના પ્રશ્નોના જવાબ આપે છે. સેંકડો લોકોમાં આના કારણે આસ્થા વધી છે તો કેટલાક લોકોને આ ઘટનામાં વિશ્વાસ બેસતો નથી. અત્યાર સુધીમાં અનેક લોકો પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ગણપતિ સ્વપ પથ્થરનો ચમત્કાર જોઈ અભિભૂત થયા છે. અને દૈવી તત્વમાં માનવા લાગ્યા છે.લોકો કહે છે કે આ પથ્થરમાં પ્રાણ છે. સાક્ષાત ગણપતિ આમાં વસેલા છે. અમે આ ઘટનાની પુષ્ટ્રિ કરતા નથી કે નથી અમે અંધશ્રદ્ધાને સમર્થન આપતા પરંતુ અહીં ઉનામાં જે કાંઈ ઘટના બની રહી છે તેનાથી વાંચકોને અવગત કરાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application