જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા નવા રસ્તા બનાવવાના બદલે જુના રસ્તાઓ તોડવાનું શ કયુ છે.જે વિસ્તારમાં પાણીની સમસ્યા નથી તે વિસ્તારોમાં પણ ભાંગફોડ શ કરવામાં આવી છે.ગંધ્રપવાડા વિસ્તારમાં પાણીની સમસ્યા ન હોવા છતાં નવી પાણીની લાઈન નાખવા રસ્તા તોડવાનું શ કયુ છે.અણઘડ આયોજનથી સિમેન્ટના મજબૂત રસ્તાનો કચ્ચરધાણ થતા રહેવાસીઓમાં નારાજગી છવાઈ છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા પાણીની લાઈન નાખવા મુખ્ય રસ્તાઓ બાદ હવે સાંકડી ગલીઓના રસ્તા તોડવાનું શ કયુ છે.શહેરના વોર્ડ નં.૧૦ ગંધ્રપવાડા વિસ્તારમાં પાણીની સમસ્યા નથી અને એકાતરા પાણી વિતરણ થઈ રહ્યું છે.છતાં પણ તત્રં દ્રારા નવી લાઈન નાખવા રસ્તામા ભાંગફોડ શ કરવામાં આવી છે.જગન્નાથજી મંદિર પાસેથી જવાહર રોડ સુધીના રસ્તાને તોડવામાં આવી રહ્યા છે.જેથી જૂની પાણીની લાઈનના કનેકશન અને કેબલનો સોથ વળી ગયો છે.એજન્સી દ્રારા રસ્તા તોડવાનું કામ થઈ રહ્યું છે.પરંતુ અધિકારીનું સુપરવિઝન રહેતું નથી.માત્ર ને માત્ર કોન્ટ્રાકટરોની સૂચના મુજબ થઈ રહેલા કામથી જુના મજબૂત રસ્તાનો કચ્ચરધાણ થઈ રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં મનપા દ્રારા એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે.તમામ ઘરોમાં પાણી વિતરણ થઈ રહ્યું છે.તેમ છતાં પણ નવી લાઈન નાખવા બિનજરી ગ્રાન્ટ શા માટે વેડફવી જોઈએ.નવી લાઈન નાખ્યા બાદ શું તત્રં પાણીકાપ હટાવી દરરોજ પાણી વિતરણ કરશે તે અંગે પણ રહેવાસીઓ દ્રારા ચાખખા માર્યા હતા. અગાઉ આજ વિસ્તારમાં નવા રસ્તા બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી પરંતુ રસ્તો બન્યો ન હતો. અનેક મુખ્ય માર્ગેા પહેલેથી જ રસ્તાઓ તોડવામાં આવ્યા છે ત્યાં હવે શેરી તોડવાથી લોકોને' જાયે તો જાયે કહાં 'જેવી સ્થિતિ સર્જાઈ છે.જે વિસ્તારોમાં પાણીની લાઈન જ નથી કેે પાણી વિતરણ થતું નથી ત્યાં નવી લાઈન નાખવામાં આવે તો કામગીરી યોગ્ય ગણાશે પરંતુ વર્ષેા જૂની લાઈનના બદલે નવી લાઈન નાખવા સારા રસ્તાને પણ તોડવામાં આવી રહ્યા છે.સાંકડી શેરીમાં ધૂળના ઢગલા અને ખાડાના કારણે સ્થાનિકોને અને વાહન ચાલકોને અવર જવરની મુશ્કેલી થઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech