રાજકોટ માર્કેટ યાર્ડમાં ઈંદૌરથી વટાણાની આવકો પૂરજોશમાં

  • December 29, 2023 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ માર્કેટ યાર્ડના જુના સંકુલમાં કાર્યરત શાકભાજી વિભાગ ખાતે હાલ મધ્યપ્રદેશના ઈંદૌરથી વટાણાની આવકો શ થઇ છે અને પ્રારંભિક તબક્કે દરરોજ આઠથી દસ ટ્રકની આવક ઠલવાઇ રહી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે શિયાળાની ઋતુમાં વટાણાની ધૂમ ડિમાન્ડ રહેતી હોય છે અને સૌરાષ્ટ્ર્રમાં વટાણાનું વાવેતર થતું નથી આથી તેની આંતરરાય આવકો ઉપર જ આધારિત રહેવું પડે છે. હાલ શિયાળાના ચાર મહિના સુધીમાં ઈંદૌરથી વટાણા આવશે અને ત્યારબાદ ઉનાળાના પ્રારંભે રાજસ્થાનના જયપુરથી આવકો શ થશે. હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ આઠ થી દસ ટ્રક વટાણા આવે છે જેમાં દરેક ટ્રકમાં સરેરાશ ૧૫૦થી ૨૦૦ બોરીની ભરતી હોય છે. શિયાળામાં સારી ડિમાન્ડને કારણે આવક જેટલી જ લેવાલી રહેતી હોય રોજે રોજ આવક જેટલા જ માલનું વેંચાણ પણ થઇ જાય છે.
મધ્યપ્રદેશમાં વરસાદના કારણે વટાણાના પાકને અસર થઇ હોય એકંદરે ઉત્પાદન ઘટું છે.હાલ રાજકોટ માર્કેટ યાર્ડની હરરાજીમાં વટાણાનો પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર .૩૫૦થી ૫૨૦ સુધી મતલબ કે પ્રતિ કિલોનો ભાવ ૧૭થી ૨૬ સુધી રહે છે. જોકે શહેરની રિટેઇલ શાક માર્કેટ વટાણા યાર્ડ કરતા બમણા ભાવે પ્રતિ કિલોના .૫૦થી ૬૦ના ભાવે વેંચાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application