દેવી ગરબા મંડળ દ્વારા થશે ઉજવણી: સવારે ચાંદીના પાઠ તેમજ રાત્રે 10 વાગ્યે ગરબાનો ભવ્ય કાર્યક્રમ: રાજાશાહી વખતથી કરાતું ભવ્ય આયોજન
ખંભાળિયાની આશરે આઠ દાયકા જૂની ધાર્મિક સેવા સંસ્થા શ્રી દેવી ગરબા મંડળના ઉપક્રમે ચૈત્રી બીજ નિમિત્તે બુધવારે ચામુંડા માતાજીના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ચૈત્રી બીજ પર્વ નિમિત્તે બુધવાર તારીખ 10 ના રોજ શ્રી દેવી ગરબા મંડળ આયોજિત આ કાર્યક્રમમાં સવારે ચાંદીના પાઠ તેમજ રાત્રે 10 વાગ્યે ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આશરે આઠ દાયક પહેલા રાજાશાહીના વખતમાં ખંભાળિયાના પીઢ સેવાભાવી રઘુવંશી ગૃહસ્થ ઠા. સુંદરજીભાઈ સવજીભાઈ રાડિયા, અમુભાઈ સંઘવી, ધીરુભાઈ બોડા, નરોત્તમભાઈ મોતા, રમણીકભાઈ ભટ્ટ, પ્રાણલાલભાઈ બોડા સહિતના માઈ ભક્તો દ્વારા વર્ષ 1944 ની સાલમાં જામ રાજવીની ઉપસ્થિતિમાં અત્રે દરબારગઢ વિસ્તાર કે જ્યાં પૂજ્ય શ્રી આશાપુરા માતાજીનું સ્થાનક છે, તે તિલાટ મેડી નામથી પ્રખ્યાત આ સ્થળે ચૈત્રી બીજને મંગળવારથી દેવી ગરબા મંડળના સભ્યો દ્વારા આ ગરબા ગાવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
તે પછી આ મંડળ 1963 ની સાલમાં વિવિધ કારણોસર અત્રે મોરલી મંદિર ખાતે આવેલા શ્રી ચામુંડા માતાજીના મંદિરે ગરબાના આયોજન હાથ ધરાયા હતા. તે આજે પણ અવિરત રીતે ચાલુ છે. દર વર્ષે પેઢી દર પેઢી અહીં ચૈત્રી બીજની ઉજવણી કરવામાં આવે છે. ભૂતકાળમાં પીઢ સ્થાપક વડીલોના સંતાનો શૈલેષ ભટ્ટ, જગદીશ બોડા, જગુભાઈ નાકર, વિપુલભાઈ મોતા તેમજ અન્ય માઈ ભક્તો દ્વારા અવિરત રીતે ગરબા ગાવામાં આવે છે. બુધવારે અત્રે રાજગોર પાડો ખાતે આવેલી મોરલી મંદિર ખાતે આ 80 માં ઉત્સવમાં સહભાગી થવા ધર્મપ્રેમી માઈ ભક્તોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMપ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની હાલત પાતળી, ભારત પાસે 83 રનની લીડ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech