પઠાન મન્ડે ટેસ્ટમાં પણ પાસ, છઠ્ઠા દિવસે કરી 25 કરોડીન કમાણી

  • January 31, 2023 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • છ દિવસમાં ફિલ્મની વર્લ્ડ વાઇડ કુલ કમાણી 580 કરોડને પાર
  • ફિલ્મ ભારતમાં આજે 7મા દિવસે કમાણી 300 કરોડને પાર કરી લશે



બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી શાહરુખ ખાનની ફિલ્મ પઠાન મન્ડ ટેસ્ટમાં પણ પાસ થઇ ગઇ. સ્થિતિ એવી છે કે રિલીઝના છઠ્ઠા દિવસે સોમવારે ફિલ્મે થિયેટરોમાં દર્શકોને જકડવાનું ચાલુ રાખ્યું છે.

શાહરુખ, જ્હોન અને દીપિકા સ્ટાર ફિલ્મ પઠાનની બોલબાલા ચારે બાજુ જોવા મળી રહી છે. જેને પગલે પઠાને સોમવારે પણ 25 કરોડથી વધુને ધંધો કર્યો.

આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 300 કરોડ જેટલો થઇ ગયો છે. ફિલ્મે વિકએન્ડ સુધી 272 કરોડની કમાણી કરી હતી. તેથી ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મની કમાણી 297 કરોડ થઇ ગઇ છે. તે જોતા ફિલ્મ 7મા દિવસે 300 કરોડની કમાણી ચોક્કસ કરી લેશે.
 
ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શના જણાવ્યા મુજબ પઠાને રિલીઝના 5 દિવસમાં જ વિશ્વભરમાં 542 કરોડથી વધુને કમાણી કરી નાંખી અને હજુ પણ તેનો ક્રેઝ જળવાયેલો છે. રવિવારને તુલનામાં સોમવારે કમાણીમાં જરુર ઘટાડો થયો છે. વીકએન્ડ પછી આવું થતું જ હોય છે, તેમ છતાં 25 કરોડનો બિઝનેસ મહત્વનો કહેવાય. આમ 6 દિવસમાં 567 કરોડ ઉપરાંત વિદેશોની સંભવિત આવકને જોતા 580 કરોડને પાર પહોંચી હશે.

સોમવારની કમાણી દર્શાવે છે કે પઠાન બીજા સપ્તાહમાં પણ શાનદાર કમાણીનો સિલસિલો ચાલુ રાખશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application