પઠાણનો ક્રેઝ, કમાણીનો જબરદસ્ત બનાવ્યો રેકોર્ડ, KGF-2 ફિલ્મને પણ રાખી પાછળ...જાણો વિગત

  • January 26, 2023 07:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

પઠાણ ફિલ્મની રિલીઝ થવાની લોકોમાં આતુરતા હતી જેનો હવે અંત આવી ગયો છે. અને આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે અત્યાર સુધીમાં તમામ રેકોર્ડ કમાણીના તોડી નાખ્યા છે. મહત્વનું છે કે કમાણીમાં KGF-2 ફિલ્મને પણ પાછળ રાખી દિધી છે. હાલમાં વાત કરીએ તો પઠાણ ફિલ્મનો અનોખો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. જેમાં મિડનાઇટ શો શરૂ કરવામાં આવ્યા છે અને આ શો માટે બુકિંગ સરું થતાની સાથે જ ફુલ થઈ રહ્યા છે. 


જે ફિલ્મની રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ એટલે કે પઠાણ અને આ ફિલ્મ રીલીઝ થતાની સાથે જ કમાણીનો જબરજસ્ત રેકોર્ડ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનો રિલીઝ પહેલા મોટી સંખ્યામાં દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પઠાણ ફિલ્મ ઈતિહાસ રચશે તેવી કોઈએ અપેક્ષા પણ કરી ન હતી. હાલ તો પઠાણ ફિલ્મના મિડનાઈટ શો શરૂ કરવામાં આવ્યા છે અને આ શો ની ટીકીટનું બુકિંગ શરૂ થતાંની સાથે હાઉસ ફૂલ થઈ રહ્યુ છે. આ પ્રકારનો લોકોનો ક્રેઝ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે આખો દેશ પઠાણ ફિલ્મના ક્રેઝમાં ડૂબી રહ્યો છે.


સિનેમાઘરો હાઉસફૂલ થઈ રહ્યા છે

દેશમાં આ પ્રકારની સ્થિતિ ઘણા વર્ષો પછી જોવા મળી રહી છે. કે જ્યારે સિનેમાઘરોમાં ફિલ્મો માટેના શો હાઉસફૂલ થઈ રહ્યા છે. મહત્વનું છે કે, માત્ર દિવસના જ શો હાઉસફૂલ નથી થતાં પરંતુ મધ્યરાત્રિના 12:30 વાગે શરૂ થતાં શો પણ શરૂ કરવામાં આવ્યા છે અને તે શો પણ હાઉસ ફૂલ થઈ રહ્યા છે. 


મોડી રાતના શો શરૂ કરવા પડ્યા

કિંગ ખાનની 'પઠાણ' ફિલ્મે તો જાણે ખરેખર ઈતિહાસ રચી દીધો છે. ચાહકોની અંદર કિંગ ખાનની ફિલ્મ જોવાની ઉત્તેજના, ઉત્સુકતા જોઈને YRFના નિર્માતાઓએ મોડી રાતના શો શરૂ કરવા પડ્યા છે એટલુ જ નહીં બીજા દિવસે સવારે શરૂ થતાં શો પણ લંબાવવામાં આવી રહ્યા છે. આ ક્રેઝ અને લોકોનો ઉત્સાહ જોતા એવું લાગી રહ્યુ છે કે, આજે એટલે કે  26 જાન્યુઆરીની રજા સંપૂર્ણ રીતે પઠાણ ફિલ્મના નામે રહેશે.  


૮૦૦૦થી પણ વધુ સ્ક્રીન પર થઈ છે રીલીઝ

પઠાણ ફિલ્મની સ્ક્રીનની વાત કરીએ તો અત્યાર સુધી આ ફિલ્મ દુનિયાભરમાં આઠ હજાર સ્ક્રીન પર રિલીઝ થઈ છે.  મોટા ભાગના ડે નાઈટ શો હાઉસફુલ થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application