જામનગરમાં આજથી જૈન સમાજના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ

  • September 12, 2023 01:13 PM 

જામનગરના દેરાસરમાં પ્રતિદિન સવારે વ્યાખ્યાનો- સાંજે સામુહિક પ્રતિક્રમણ: દેરાસરમાં અંગરચનાના દર્શનની ઝાંખી: 19મી તારીખે સંવત્સરી બાદ તા. 20મી સવારે તપસ્વીઓના પારણાં: બપોરે રથયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો


જામનગર શહેરમાં આજથી આગામી 19મી તારીખ સુધી ચાલનારા પવર્ધિીરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે, ત્યારે જૈન સમાજમાં ધર્મ મંગલ છવાયો છે. અને આજથી આઠ દિવસ માટેના તપસ્વીઓના તપ અને સવારે ઉપાશ્રયો તેમજ પાઠશાળાઓમાં ગુરુ ભગવંતોના વ્યાખ્યાન અને સાંજે દેરાસરોમાં ભગવાનની આંગીના દર્શન તેમજ રાત્રે ભક્તિ વંદનના કાર્યક્રમોની શૃંખલાનો પ્રારંભ થઈ રહ્યો છે.


પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ સંખ્યાબંધ શ્રાવક શ્રાવીકાઓએ અઠાઈ તપનો સંકલ્પ ધારણ કર્યો છે. આજે શ્રાવણ તેરસ એટલે કે તા. 12 થી ભાદરવા સુદ ચોદ તા. 19 સપ્ટેમ્બર સુધી ચાલનારા પવર્ધિીરાજ પર્યુષણ મહાપર્વ નિમિત્તે જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલા દેરાસરના સમૂહને સમગ્ર રોશની શણગારવામાં આવ્યા છે, તેમજ પર્યુષણ પર્વ દરમિયાન વીસા શ્રીમાળી તપગચ્છ સંઘના આંગણે આચાર્ય કુલચંદ્રસૂરીજી મહારાજની નિશ્રામાં સંવત્સરીના દિવસને બાદ કરતાં પ્રતિદિન સવારે 8.30 વાગ્યે વ્યાખ્યાન, તેમજ વ્યાખ્યાન દરમ્યાન કલ્પસૂત્રોના વહોરવાની ઘીની ઉછામણી તેમજ પ્રતિદિન સાંજે સામુહિક પ્રતિક્રમણના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ તા. 13 મીના સવારે વાર્ષિક 11 કર્તવ્યો પર વ્યાખ્યાન અને સાંજે 7.30 વાગ્યે પ્રતિક્રમણ.


ત્યારબાદ તારીખ 14 ના દિવસે સવારે 8.30 વાગ્યા બાદ વ્યાખ્યાન દરમ્યાન પણ કલ્પ સુત્રો વહોરવાની ઘી ની બોલી  તેમજ પાંચ પૂજાના ચડાવા થશે. અને તે દિવસે સાંજે 6.30 વાગ્યે પ્રતિક્રમણસૂત્રની ઉછામણી બાદ પ્રતિક્રમણ થશે. પર્વના ચોથા દિવસે તારીખ 15મીના રોજ કલ્પસુત્રોને વહોરવાની તથા ઘીની પૂજા ની વિધિ  સવારે 8.30 વાગ્યે થશે. બપોરે ત્રણ વાગ્યે બીજું વ્યાખ્યાન અને સાંજે 7.00 વાગ્યે પ્રતિક્રમણ યોજાશે.


ત્યારબાદ તા. 16 મીના રોજ બપોરે પ્રભુવીર ના જન્મનું વાંચન અને તારીખ સત્તરના રવિવારે વીર પ્રભુનું પંચક કલ્યાણક સ્તવન થશે, ત્યારબાદ સોમવારે તા. 18 ના સવારના વ્યાખ્યાનમાં બારમા સુત્રના ઘીની ઉછામણી થશે તેમજ તા. 19 ના રોજ સંવત્સરીના દિવસે સવારે 8.30 વાગ્યા બાદ બારસા સૂત્ર વહોરવાનું અને તે બાદ પૂજન અને સાંજે 4.00 વાગ્યે સંવત્સરિક પ્રવચન યોજાશે, તે પછી તારીખ 20 મીના રોજ સવારે આઠ વાગ્યે તપસ્વીઓના સામૂહિક પારણા અને ત્યારબાદ બપોરે અઢી વાગ્યે ચાંદી બજારથી તપસ્વીઓની રથયાત્રા નિકળશે.


આમ સમગ્ર આઠ દિવસ દરમિયાનના જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોને લઈને જૈન સમાજના ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે, અને ધર્મ મંગલ છવાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application