પેરિસ ઓલિમ્પિક્સ 2024: સાત્વિકસાઈરાજ-ચિરાગ શેટ્ટીને મોટો ઝટકો, બીજા રાઉન્ડની મેચ રદ થતા મેડલ જોખમમાં

  • July 29, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ભારતીય બેડમિન્ટન સ્ટાર્સ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મોટો આંચકો લાગ્યો છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીની આગામી મેચ રદ કરવામાં આવી હતી. ભારતની બેડમિન્ટન મેન્સ ડબલ્સની પ્રથમ મેચમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ કોર્વી લુકાસ અને લેબર રોનનની ફ્રેન્ચ જોડી સામે 2-0, 21-17, 21-14થી શાનદાર જીત નોંધાવી હતી. પહેલી જીત બાદ ભારતીય જોડી પાસેથી બેડમિન્ટનમાં મેડલની આશા વધી ગઈ હતી પરંતુ હવે આ જોડીની બીજી મેચ રદ્દ થવાને કારણે મેડલ જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે.


27મી જુલાઈએ પ્રથમ મેચ જીત્યા બાદ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ આજે ​​બીજી મેચ એટલે કે 29મી જુલાઈ, સોમવારના રોજ જર્મનીની માર્વિન સીડેલ અને માર્ક લેમ્સફૂસની જોડી સામે રમવાની હતી. બંને વચ્ચે આ મેચ બપોરે 12 વાગ્યાથી થવાની હતી જે રદ કરવામાં આવી છે પરંતુ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વચ્ચેની બીજી મેચ કેમ રદ કરવામાં આવી?

જર્મનીના માર્ક લેમ્સફૂસે ઘૂંટણની ઈજાને કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશને માર્ક લેમ્સફૂસનું નામ પાછું ખેંચવાની માહિતી આપી હતી. લેમ્સફૂસની ઈજાને કારણે, જર્મન જોડીની આગામી બે મેચો પણ રદ કરવામાં આવી હતી. બેડમિન્ટન મેન્સ ડબલ્સના ગ્રુપ સીમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી છે.


ભારતીય જોડીને મેડલ માટે છેલ્લી મેચ જીતવી જરૂરી

પ્રથમ મેચમાં શાનદાર જીત નોંધાવનાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી વધુ બે મેચ રમવાની હતી  પરંતુ બીજી મેચ રદ થવાને કારણે ભારતીય જોડી હવે માત્ર એક જ મેચ રમશે. સાત્વિકસાઈરાજ અને ચિરાગે તેમની મેડલની આશા જીવંત રાખવા માટે છેલ્લી મેચમાં જીતીને હારની ભરપાઈ કરવી પડશે. સાત્વિકસાઈરાજ અને ચિરાગની ભારતીય જોડી તેમની આગામી અને છેલ્લી મેચ 30 જુલાઈ, મંગળવારના રોજ ઈન્ડોનેશિયાની આલ્ફિયાન ફજર અને અરદિયંતો મુહમ્મદ રિયાનની જોડી સામે રમશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application