બોલીવૂડ પરિએ આપ નેતા સાથે સગાઇ પહેલાં મૂકી હતી એક શરત

  • May 26, 2023 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • રાઘવ સાથે સગાઇ માટે પરિણીતીએ કોન્ટ્રાક્ટ વાંચતા બધા ચોંકી ગયા
  • પરિણીતી ચોપરાએ કોન્ટ્રાક્ટમાં એવું તો શુ લખ્યું, કે રાઘવે ઉડાવી મજાક


પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે એમ જ સગાઈ કરી ન હતી. તેણે એન્ગેજમેન્ટ રિંગ પહેરતા પહેલા ઘણી શરતો મૂકી, જેના માટે તેણે આપ નેતા રાઘવ ચઢ્ઢાને માત્ર એક જ ઓપ્શન આપ્યો હતો.  પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ થઇ ચુકી છે. બોલીવૂડ અને રાજકારણની ગલીઓ વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી તેમના અફેરની ચર્ચા હતી. સગાઈ પછી બંનેએ પોતાના સુંદર સંબંધોની શરૂઆતની ઘણી તસવીરો શેર કરી છે. 

 

હવે બંનેની સગાઈનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઘણાએ અત્યાર સુધીમાં ભાગ્યે જ જોયો હશે. બંનેની સગાઈ ખૂબ જ સુંદર અંદાજમાં કરવામાં આવી હતી. મસ્તી, ડાન્સની વચ્ચે ઘણી વખત આ અવસર પર બન્ની એટલે કે પરિણીતાની સાથે તેની મમ્મી અને બહેન પ્રિયંકા ચોપરા પણ ભાવુક થતી જોવા મળી હતી.


લગભગ બે અઠવાડિયા પહેલા એટલે કે 13 મેના રોજ, આપ નેતા રાઘવ ચઢ્ઢા અને બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ પરિવાર અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં એકબીજાને હમસફર તરીકે પસંદ કર્યા હતા. દિલ્હીના કપૂરથલા હાઉસમાં તેમની સગાઈ થઈ. ઓમેગા પ્રોડક્શન્સ દ્વારા સગાઈનો એક અનસીન વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કપલની સગાઈની તમામ સ્પેશિયલ મોમેન્ટ્સ બતાવવામાં આવ્યા છે.


વીડિયોની શરૂઆતમાં પરિણીતી કોન્ટ્રાક્ટ વાંચતી જોવા મળે છે. પરિણીતી મહેમાનો અને રાઘવ ચઢ્ઢાની સામે એક મજેદાર શરત મૂકે છે, જેને સાંભળીને બધા ચોંકી જાય છે. પરિણીતીએ કહ્યું- રાઘવ માટે સગાઈનો કોન્ટ્રાક્ટ છે. તમારે દરેક બાબતમાં 'હા' કહેવું પડશે. પછી જોઈશું કે આવતીકાલે પણ આ રોકા અકબંધ રહે છે કે નહીં. હું, રાઘવ ચઢ્ઢા આ બધી બાબતો સાથે સહમત છું. એક્સેપ્ટ કરો કે પરિણીતી હંમેશા સાચી હોય છે.


પરિણીતિનો આ કોન્ટ્રાક્ટ સાંભળીને રાઘવ સહિત અન્ય તમામ મહેમાનો હસવા લાગે છે. વીડિયોમાં રાઘવે તેના લાંબા નાકની મજાક પણ ઉડાવી હતી. તેણે કહ્યું કે મારે લગ્ન કરવાં હતાં, તેથી મેં મારું નાક ઠીક કરાવ્યું. કારણ કે તેનું નાક તેની માતા પર ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application