પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પહોચ્યા ઉજ્જૈન, કર્યા મહાકાલના દર્શન

  • August 26, 2023 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં લગ્ન પહેલા મહાકાલ મંદિર પહોંચ્યા હતા. અહીં ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા. ઉલ્લેખનીય કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા બંને ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા મંદિર પહોંચ્યા હતા જ્યાં પરિણીતી અને રાઘવ બંને પૂજા બાદ મીડિયાને ટાળતા જોવા મળ્યા હતા. જય મહાકાલના નારા લગાવીને સાંસદ રાઘવ રવાના થયા. આ પહેલા પણ પરિણીતી ચોપરા મહાકાલ મંદિરની ભસ્મ આરતીમાં હાજરી આપવા માટે એકલી પહોંચી હતી.


ઘણા VIP લોકો શ્રાવણ મહિનામાં ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વરની મુલાકાત લે છે. તેમની ઈચ્છાપૂર્તિ માટે ભગવાન મહાકાલના આશીર્વાદ લેતા હોય છે, ત્યારે ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા શનિવારે બપોરે મહાકાલના દર્શને પહોંચ્યા હતા અહીં તેમણે નંદી હોલમાંથી બેસીને મહાકાલનું ધ્યાન કર્યું હતું.


પ્રાપ્ત માહિતી અનુસાર, બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ મંદિરના નંદી હોલમાંથી ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા. મંદિરના નિયમો અનુસાર રાઘવે ધોતી-સોલા પહેર્યા હતા, પરિણીતીએ સાડી પહેરી હતી. દંપતીએ 30 મિનિટ સુધી શાંતિપથની પૂજા કરી. 1 કલાક સુધી મંદિરમાં રોકાયા. મીડિયા સાથે વાત કરી ન હતી. રાઘવ ચઢ્ઢા 'જય મહાકાલ'ના નારા લગાવીને ત્યાંથી ચાલ્યા ગયા.


 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને આવતા મહિને 25 સપ્ટેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ વર્ષે 13 મેના રોજ બંનેએ દિલ્હીમાં સગાઈ કરી હતી. સગાઈ સમારોહ ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં યોજાયો હતો. પંડિત યશ ગુરુએ જણાવ્યું કે ફિલ્મ અભિનેત્રી પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મહાકાલ પહોંચ્યા હતા, પૂજા કરવામાં આવી હતી, તેઓએ નદીહાલમાં બેસીને 30 મિનિટ સુધી બાબા મહાકાલના દર્શન કર્યા, ત્યાર બાદ તેઓ મહાકાલ કી જયનો નારા લગાવીને નીકળી ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application