ભજન ભોજન ભકિતના ત્રિવેણી સંગમ સમા પરિક્રમા મેળાથી જૂનાગઢના અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળી રહે છે. વિધિવત પરિક્રમા પૂર્વે જ જંગલ વિસ્તારમાં અન્ન ક્ષેત્રો ધમધમવા લાગ્યા છે. દિવાળી બાદ પરિક્રમા પ્રારંભથી અન્ન ક્ષેત્રના આગમનથી કિરાણા બજારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ૩૦ ટન ઘઉંનો આટો, ૧૫ ટન બેસન, ૩૦ ટન તેલ, ૫૦ ટન મરી મસાલા સહિતની વિવિધ ચીજોના વેચાણથી એકલા કિરાણા બજારને જ ૪થી ૫ કરોડના વકરાથી બજારને અનોખો વેગ મળશે. તો પાંચ દિવસીય મેળાથી હોટલ, રેસ્ટોરન્ટ, પ્રવાસન, ટ્રાન્સપોર્ટ, સહિતના ક્ષેત્રે પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે જેથી પાંચ દિવસ દરમિયાન ઉધોગ વિહોણા જૂનાગઢમાં ૪૦ કરોડનું ટર્નઓવર થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ગિરનારની લીલી પરિક્રમા પાથરણા ધારકોથી લઈ ઉધોગપતિઓ માટે આર્થિક દ્રષ્ટ્રિએ મહત્વનું પરિબળ બની રહે છે. ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાનો પ્રારભં થયો છે. ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા મેળામાં લાખો પરિક્રમાથીઓ પુણ્યનું ભાથું બાંધવા પહોંચી ગયા છે. એક પણ પ્રકારના એમઓયુ વગર લોકોને પાંચ દિવસ સુધી દિવસ રાત નાસ્તોથી લઈ ભોજન પીરસવા સેવાભાવી સંસ્થાઓ ઉત્સાહપૂર્વક કાર્યરત રહે છે. પરિક્રમાના મુખ્ય આધાર પ અન્ન ક્ષેત્રો દ્રારા દરરોજ ભાવિકોને નિશુલ્ક ભાવતા ભોજન પીરસે છે. વિવિધ ટ પર વર્ષેાથી ચાલતા અન્ન ક્ષેત્રો ધમધમવા લાગ્યા છે. અંદાજિત ૭૦થી ૮૦ અન્નક્ષેત્રો કાર્યરત છે. જેથી કેટલાક સંચાલકો દ્રારા ભોજન માટે કિરાણાની વિવિધ સામગ્રીઓની ખરીદી જૂનાગઢની લોકલ માર્કેટમાંથી જ ખરીદ કરે છે. જેથી અન્ન ક્ષેત્ર થકી પરિક્રમા મેળો લોકલ વ્યાપારીઓ આવકનું મુખ્ય ક્રોત બની રહે છે. ઓનલાઇન માર્કેટની ટક્કરમાં સ્થાનિક કિરાણા માર્કેટ માટે દિવાળી બાદ પરિક્રમાની લીલીછમ ઘરાકીથી વેગ મળી રહે છે. જૂનાગઢ ગ્રેઇન મર્ચન્ટ એન્ડ સુગર એસોસિએશનના સેક્રેટરી નિતેશભાઇ સાગલાણીના જણાવ્યા મુજબ બહારથી આવતા અન્ન ક્ષેત્રના સંચાલકો પોતાની સાથે જ કાચો સામાન લઈને આવતા હોય છે.સ્થાનિક અન્ન ક્ષેત્રો દ્રારા જૂનાગઢની માર્કેટમાંથી જ કાચા સામાનની ખરીદી કરવામાં આવે છે. દાણાપીઠ કિરાણા બજારમાંથી પરિક્રમા પૂર્વે અને પરિક્રમા દરમિયાન ૧૫૦૦થી વધુ તેલના ડબ્બા, ૫૦ ટન ખાંડ, ૩૦ ટન ઘઉંનો આટો, ૧૫ ટન બેસન, ૪ ટન શુદ્ધ ઘી, ચા, હળદર ધાણાજીં, મીઠું, તીખા, મરચું સહિત ૩૦ ટનથી વધુ મરી મસાલાનો ઉપાડ રહે છે. જૂનાગઢના સ્થાનિક વેપારીઓ માટે પરિક્રમા મેળો મહત્વનું કેન્દ્રબિંદુ રહે છે. કિરણા બજારને જ પરિક્રમાથી અંદાજિત ૩થી ૪ કરોડનું ટર્નઓવર થવાની અપેક્ષા સેવાઈ રહી છે. દર વર્ષે ઘરાકીથી માત્ર વેપારીને જ નહીં પરંતુ દાણાપીઠમાં ટ્રાન્સપોર્ટ, મજુરો માટે પણ કામગીરીનો ધમધમાટ રહે છે.
જૂનાગઢમાં ઉધોગ છે નહીં પરંતુ દિવાળીમાં પ્રવાસન સ્થળોએ લોકોના ઘસારા બાદ પરિક્રમાના પાંચ દિવસના મેળાથી હોટલ, ગેસ્ટ હાઉસ, રીક્ષા, ખાણીપીણી, કટલેરી, સ્ટેશનરી, ટ્રાન્સપોર્ટ, પ્રવાસન અને નાના પાથરણા ધારકો માટે આવકનુ પરિબળ બની રહે છે. લાખો ભાવિકોની અવરજવરથી જૂનાગઢમાં જ પરિક્રમાથી અંદાજિત ૪૦ કરોડની આવક થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech