દાદા દવાખાનાનો દરવાજો ખોલવા આવે...અમરેલી લેટરકાંડ પર પરેશ ધાનાણીએ ભાજપના સાંસદ-ધારાસભ્યોને આડે હાથ લીધા

  • January 17, 2025 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી લેટરકાંડ અંગે પરેશ ધાનાણીએ એક્સ પર પોસ્ટ કરી અમરેલી જિલ્લાના ભાજપના ધારાસભ્યો પર આકરા પ્રહાર કર્યા છે. તેણે અગાઉની ટ્વીટમાં એફએસએલનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી. ત્યારે હવે વધુ એક ટ્વીટ કરી છે. જેમાં લખ્યું છે કે, દાદા દવાખાનાનો દરવાજો ખોલવા આવે


પરેશ ધાનાણીએ શું પોસ્ટ કરી

ખોવાયા છે, જડે ઈ જાણ કરજો

અમરેલીની આબરૂને ધૂળધાણી કરનારી

કલંકિત ઘટનાને આજે 20-20 દિવસ

થયા છતાં ચુંટાયેલા બધા જ ચુપ છે.,

અરે ચપટી વગાડનારા તો ખાલી ચુપ

જ નહી પણ સદંતર ગુમ છે..?

દાદા દવાખાનાનો દરવાજો ખોલવા આવે

ત્યારે મોં દેખાડ્યા જેવા રહે તોય સારુ..!



કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી લેટરકાંટને લઈ પાયલ ગોટીના સમર્થમાં આવ્યા છે અને સતત તેઓ ભાજપ નેતાઓ પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. ધરણાથી લઈ X પર ટ્વીટનો સતત મારો ચલાવી રહ્યા છે. ત્યારે તેમણે વિરજી ઠુંમરે સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા અને જનક તળાવિયા તેમજ જે.વી. કાકડિયાને લખેલા પત્ર સાથે એક પોસ્ટ કરી છે. 


શું છે સમગ્ર ઘટના?
ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરિયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ ઉલ્લેખ હતો. ત્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરિયાએ ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. 


જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરી હતી. ભાજપ નેતા મયુર વઘાસિયા મુખ્ય આરોપી હતો. ત્યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી. જેમાં ટાઈપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો. કામના ભાગરૂપે ટાઈપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવીને રિકન્સ્ટ્રક્શનના નામે યુવતી સહિત ચારેય આરોપીનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનામાં યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ વિરોધ ઉઠાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં રિકન્સ્ટ્રકશનના નામે દીકરીના સરઘસને અયોગ્ય ગણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application