પન્નૂએ ફરી પોત પ્રકાશ્યું: રાંચી ટેસ્ટ રદ કરવાની ધમકી આપી

  • February 21, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ અગાઉ જ આતંકી પન્નૂએ પોત પ્રકાશ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુએ ઈંગ્લેન્ડની ટીમને મેચ રદ કરીને પરત ફરવાની ધમકી આપી છે. તેણે આ અંગે ઝારખંડના નકસલવાદીઓને ઉશ્કેર્યા છે. પન્નુએ કહ્યું છે કે રાંચીમાં યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ તાત્કાલિક રદ કરવી જોઈએ. આ મામલે મંગળવારે રાંચીના ધુર્વા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

નકસલવાદીઓના નામે જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તેણે કહ્યું છે કે રાંચીનું જેએસસીએ સ્ટેડિયમ આદિવાસીઓની જમીન પર બનેલું છે. મેચ આદિવાસીઓની જમીન પર ન રમાવી જોઈએ. પન્નુએ આ વીડિયો યુટુબ પર રિલીઝ કર્યેા છે. તેણે માઓવાદીઓને રાંચીમાં યોજાનારી ટેસ્ટ મેચ રદ કરાવવા માટે ઝારખડં અને પંજાબમાં હંગામો કરવા કહ્યું છે.


પન્નુએ યુટુબ દ્રારા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોકસને પણ ધમકી આપી છે. તેણે ઈંગ્લેન્ડના કેપ્ટનને ભારત પ્રવાસ કેન્સલ કરીને ટીમ સાથે પરત ફરવાનું પણ કહ્યું હતું. પન્નુની ધમકી મળ્યા બાદ ઝારખડં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સ્ટેડિયમથી લઈને હોટલ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટથી હોટલ સુધી દરેક ખૂણે પોલીસ તૈનાત છે. એરપોર્ટને પણ સિકયોરિટી કોર્ડન હેઠળ લેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુનો જન્મ ૧૪ ફેબ્રુઆરી ૧૯૬૭ના રોજ પંજાબમાં થયો હતો. તેના માતા–પિતા મૃત્યુ પામ્યા છે યારે એક ભાઈ વિદેશમાં રહે છે. કયારેક કેનેડામાં તો કયારેક અમેરિકામાં રહીને તે ત્યાં રહેતા હિન્દુઓને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યો છે.


પન્નુએ પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાંથી કાયદાનો અભ્યાસ કર્યેા છે. હાલમાં તે અમેરિકામાં કાયદાની પ્રેકિટસ કરી રહ્યો છે. પન્નુએ ૨૦૦૭માં 'શીખ ફોર જસ્ટિસ' નામનું સંગઠન બનાવ્યું હતું. જુલાઈ ૨૦૨૦માં ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યેા હતો. ભારતીય જાસૂસી સંસ્થાનો દાવો છે કે પાકિસ્તાની ગુચર એજન્સીઆઈએસઆઈના ઈશારે તે ભારતમાં હથિયારોની દાણચોરી અને હિંસક ગતિવિધિઓને અંજામ
આપે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application