પાકિસ્તાનની સંસદે તાજેતરમાં ફરી વાર જાત બતાવી છે અને સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં ભારત દ્વારા કાશ્મીરમાં લોકમત કરાવવાની માંગણીનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો. ભારત સરકારે પાકિસ્તાનની આ માંગણીને ઘણી વખત નકારી કાઢી છે.એક અહેવાલ મુજબ, કાશ્મીર બાબતોના મંત્રી અમીર મુકમે ગૃહમાં ઠરાવ રજૂ કર્યો, જેમાં કાશ્મીરી લોકોના સ્વ-નિર્ણયના અધિકાર માટે પાકિસ્તાનના "અટલ નૈતિક, રાજકીય અને રાજદ્વારી સમર્થન"ની પુષ્ટિ કરવામાં આવી.
જોકે, આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાની સંસદમાં કાશ્મીરીઓના સમર્થનમાં આવો ઠરાવ પસાર થયો હોય. જો કે આ પ્રસ્તાવ પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી.તેમાં કહેવામાં આવ્યું છે કે, આ ઠરાવ બહાદુર કાશ્મીરીઓ અને તેમના બલિદાનોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપે છે; માનવ અધિકારોની સ્થિતિ સુધારવા માટે હાકલ કરવામાં આવી છે; અટકાયતમાં લેવાયેલા કાશ્મીરી નેતાઓને મુક્ત કરવા અને તમામ દમનકારી કાયદાઓ રદ કરવાની માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ ભારતે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ રદ કરી અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ) માં વિભાજીત કર્યા પછી પહેલાથી જ તણાવગ્રસ્ત ભારત-પાકિસ્તાન સંબંધો વધુ બગડ્યા.ભારતે વારંવાર પાકિસ્તાનને કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર દેશનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.
આ ઠરાવમાં કાશ્મીરમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘન અને 5 ઓગસ્ટ, 2019 ના 'ગેરકાયદેસર' પગલાંની સખત નિંદા કરવામાં આવી હતી.
ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અને કાશ્મીરી લોકોની આકાંક્ષાઓ અનુસાર જમ્મુ અને કાશ્મીર વિવાદનો ઉકેલ "દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે.
મુકામે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રએ જમ્મુ અને કાશ્મીર સંબંધિત વિવાદના ઉકેલમાં પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાનના લોકો તેમના કાશ્મીરી ભાઈઓ અને બહેનોની સાથે મજબૂત રીતે ઉભા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech