શહેરમાં રહેતાં એક પરિવારના ૪ વર્ષેનો પુત્ર પડોશીને ત્યાં રમવા જતાં એ પરિવારના ૬૫ વર્ષના વૃદ્ધે આ માસુમને ખોળામાં બેસાડી તેની ચડ્ડી ઉતારી ગંદી હરકત કરી હતી. બાળકે ઘરે આવીની મમ્મીને આ વાત કરતાં તેણી ચોંકી ગઇ હતી પતિને બોલાવી ફરીથી વૃધ્ધના પરિવારજનોની હાજરીમાં શું થયું? તે પુછતાં આ બાળકે વૃધ્ધની હરકતની વાત દોહરાવી હતી. ભક્તિનગર પોલીસે ભોગ બનનાર બાળકના પિતાની ફરિયાદ પરથી દેવેન્દ્ર નામના ૬૫ વર્ષના વૃધ્ધ વિરૂધ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બાળક પાડોશીના ઘરે રમવા ગયો હતો
બાળકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે સંતાનમાં ચાર વર્ષનો દીકરો છે અને હું પ્રાઈવેટ કામ કરું છું. 12 વર્ષથી હું જે સ્થળે રહું છું. તેમાં બીજા માળે વિરેન્દ્ર નામના વૃદ્ધ તેના પરિવાર સાથે રહે છે. અમારી બાજુમાં બીજો એક પરિવાર પણ રહે છે. અમારી વચ્ચે અત્યારસુધીના સમયમાં કયારેય કોઈ માથાકુટ થઈ નથી. મારો ૪ વર્ષનો દીકરો આ બંને પરિવારને ત્યાં રમવા માટે ઘણી વખત જતો હોય છે.
ખોળામાં બેસાડી ચડ્ડી ઉતારી નાંખી ગંદી હરકત કરી
ગત ૧૮મી તારીખે હું મારા કામ પર હતો ત્યારે પત્નીએ ફોન કરી કહેલું કે તમે જલ્દી ઘરે આવો. મેં તેને શું થયું? પુછતાં તેણે કહેલુ કે આપણો દીકરો પડોશીની દીકરી સાથે પાછળ પાછળ તેના ઘરમાં ગયો હતો. એ વખતે પડોશીની દીકરી ટોયલેટમાં ગઇ હતી તે વખતે વિરૂ અંકલે આપણા દીકરાને ખોળામાં બેસાડી ચડ્ડી ઉતારી નાંખી ગંદી હરકત કરી હતી. આવું આપણો દીકરો કહે છે. મારી પત્નીની આ વાત સાંભળી હું તરત જ ઘરે ગયો હતો અને મેં પડોશી વિરેન્દ્રનો દરવાજો ખખડાવ્યો હતો. એ સાથે જ તેણે કહેલુ કે મેં કંઈ કર્યું નથી. જેથી મેં આ વૃધ્ધના દીકરાને, તેના પત્નીને બોલાવી મારા ઘરે લઈ જઈ આ બધાની હાજરીમાં મારા દીકરાને શું જમ્યો, શું કર્યું? સહિતનું પૂછતાં તેણે નોર્મલ જવાબો આપ્યા હતાં.
દાદાએ ખોળામાં બેસાડી વિકૃત હરકત કરી હતી
આ પછી મારી પત્નીએ તેને આજે તું દીદીના ઘરે ગયો ત્યારે શું થયું? તેમ પૂછતાં તેણે કહેલું કે દાદાએ ખોળામાં બેસાડી વિકૃત હરકત કરી હતી. જો કે આ વૃદ્ધે આવુ કંઈ કર્યું નથી તેવું રટણ ચાલુ રાખ્યું હતું. અમારે પોલીસ ફરિયાદ કરવી હોય જેથી અમે પોલીસ સ્ટેશને આવ્યા હતાં. તેમ વધુમાં બાળકના પિતાએ કહેતાં ઈન્ચાર્જ પીઆઈ પી.આર. ડોબરીયા, નિલેષભાઈ મકવાણા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૃદ્ધે પોતે કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર હોવાનું રટણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech