રૉથી ડર્યું પાકિસ્તાન, વિદેશ મંત્રાલયે કહ્યું: ભારત ઘરમાં ઘૂસીને મારી રહ્યું છે

  • January 03, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાન ભારતની જાસૂસી સંસ્થા રોથી ડરે છે. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ટાંકીને તેણે ભારત પર કથિત રીતે દેશની બહાર આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ઈસ્લામાબાદમાં આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ભારત દ્વારા હત્યાઓ અને અપહરણ (આતંકવાદીઓનું) અભિયાન પાકિસ્તાનની બહાર પણ ફેલાયેલું છે.
અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે ભારત પર ઘણા આરોપો લગાવ્યા હતા. તાજેતરમાં જ પોતાના અહેવાલમાં અખબારે ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) પર પાકિસ્તાનની અંદર સતત હત્યાઓ કરવાનો આરોપ લગાવ્યો હતો. અખબારે કહ્યું હતું કે ભારત વર્ષ 2021થી આવું કરી રહ્યું છે. વોશિંગ્ટન પોસ્ટ ઉપરાંત બ્રિટિશ મીડિયા આઉટલેટ ધ ગાર્ડિયને પણ આવો જ દાવો કર્યો છે. અખબારે દાવો કર્યો હતો કે ભારતે વિદેશમાં રહેતા 20 આતંકવાદીઓને મારી નાખવાની યોજના બનાવી હતી. ઘણા આતંકવાદીઓ પણ માયર્િ ગયા હતા. અખબારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય પીએમ મોદીને આ યોજનાની જાણ હતી. હવે પાકિસ્તાને આ દાવાના આધારે પ્રતિક્રિયા આપી છે. જે પાકિસ્તાન આ વખતે અમેરિકન રિપોર્ટને ટાંકીને ભારત પર આરોપ લગાવી રહ્યું છે તે જ પાકિસ્તાને અમેરિકન રિપોર્ટને ફગાવી દીધો હતો જેમાં અમેરિકાએ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ધાંધલ ધમાલ પર સવાલ ઉઠાવ્યા હતા. તે સમયે મુમતાઝ ઝહરા બલોચ અમેરિકા પર ગુસ્સે હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન રચનાત્મક વાતચીત અને ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે. અમેરિકાનો આ પ્રસ્તાવ ન તો રચનાત્મક છે કે ન તો હેતુપૂર્ણ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application