અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, ૧૫નાં મોત

  • December 25, 2024 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં છુપાયેલા તહરીક–એ–તાલિબાનના આતંકીઓનો ખાત્મો બોલાવવા એર સ્ટ્રાઈક કરી હતી અને તેમાં ૧૫ લોકોના મોત થયાનું સામે આવ્યું છે જયારે અનેકો ઘાયલ થયા છે, મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાનું ખુલ્યું છે.તાજેતરની આતંકવાદી ઘટનાઓને કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. હવે વિવાદે નવું સ્વપ લીધું છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હત્પમલા શ કર્યા છે. મીડિયા રિપોટર્સ અનુસાર આ હત્પમલો મંગળવારે રાત્રે કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્રારા કરવામાં આવેલા આ હવાઈ હત્પમલામાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોતની પુષ્ટ્રિ થઈ છે. જેમાં ઘણી મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.
અફઘાનિસ્તાનમાં છુપાયેલા પાકિસ્તાની તહરીક–એ–તાલિબાનના આતંકવાદીઓને નિશાન બનાવવા માટે પાકિસ્તાને આ હવાઈ હુમલો કર્યેા હતો. મીડિયા રિપોટર્સ અનુસાર, આ હુમલામાં લમણ સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. આ હવાઈ હત્પમલા બાદ ભારે નુકસાન થયું છે અને આ વિસ્તારમાં તણાવ વધુ વધવાની આશંકા છે

પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ શું કહ્યું?
પાકિસ્તાને મંગળવારે દુર્લભ હવાઈ હત્પમલામાં પાડોશી દેશ અફઘાનિસ્તાનની અંદર અનેક શંકાસ્પદ પાકિસ્તાની તાલિબાનોને નિશાન બનાવ્યા હતા, એમ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું. તેમના એક તાલીમ કેન્દ્રનો સંપૂર્ણ નાશ કર્યેા અને કેટલાક બળવાખોરોને મારી નાખ્યા. બોમ્બ ધડાકા માટે પાકિસ્તાની જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.અધિકારીઓએ જણાવ્યું કે આ હત્પમલાઓ પાકિસ્તાનની સરહદે આવેલા પકિતકા પ્રાંતના પર્વતીય વિસ્તારમાં કરવામાં આવ્યા હતા.માર્ચ પછી પાકિસ્તાની તાલિબાનના કથિત ઠેકાણાઓ પર આ પ્રકારનો બીજો હત્પમલો છે. અગાઉ માર્ચમાં પાકિસ્તાને કબૂલ્યું હતું કે તેણે અફઘાનિસ્તાનની અંદરના સરહદી વિસ્તારોમાં તાલિબાનની જગ્યાઓ પર હત્પમલો કર્યેા હતો.

અફઘાનિસ્તાનનો જવાબ
અફઘાન સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનના હવાઈ હુમલાની નિંદા કરતા કહ્યું કે બોમ્બ વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મોટાભાગના પીડિતો વઝીરિસ્તાન ક્ષેત્રના શરણાર્થીઓ હતા, અફઘાનિસ્તાનની ઇસ્લામિક અમીરાત આને તમામ આંતરરાષ્ટ્ર્રીય સિદ્ધાંતો અને સ્પષ્ટ્ર આક્રમકતા વિદ્ધ ક્રૂર કૃત્ય માને છે અને તેની સખત નિંદા કરે છે તેમ મંત્રાલયે જણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application