પદ્મ વિભૂષણ રતન તાતાની 5 સૌથી મોંઘી વસ્તુઓ

  • October 10, 2024 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



માત્ર 21 વર્ષની ઉંમરે રતન તાતા સન્સ અને તાતા ગ્રુપનું અધ્યક્ષપદ સંભાળ્યું અને વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી. તે માત્ર ઈન્ડસ્ટ્રીના સ્ટાર જ ન હતા, પરંતુ તે અત્યંત દયાળુ પણ હતા. તેને પ્રાણીઓનો ખૂબ જ શોખ હતો. તેમનો છેલ્લો પ્રોજેક્ટ પણ મુંબઈમાં પ્રાણીઓ માટેની હોસ્પિટલ હતો.

વિશ્વના સૌથી પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓમાંથી એક પદ્મવિભૂષણ રતન તાતા પાસે કેટલીક અમૂલ્ય વસ્તુઓ હતી.


માસેરાતી ક્વાટ્રોપોર્ટે

આ લક્ઝરી કારની કિંમત અંદાજે 2.1 કરોડ રૂપિયા છે. ટ્વીન ટર્બો વી6 એન્જિન ધરાવતું આ વાહન માત્ર થોડીક સેકન્ડોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. આ કારનું ઈન્ટિરિયર પણ એટલું સુંદર છે કે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. કાર પ્રેમીઓ માટે આ કોઈ ડ્રીમ કારથી ઓછી નથી.


કોલાબામાં બંગલો

પદ્મવિભૂષણ રતન તાતાનો મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં બંગલો છે. કોલાબામાં સ્થિત આ ત્રણ માળના બંગલાની કિંમત અંદાજે 150 કરોડ રૂપિયા છે અને આ બંગલો 14,000 સ્ક્વેર ફૂટમાં બનેલો છે. આ સમુદ્ર તરફનો બંગલો છે. આ આલીશાન બંગલાની સુંદરતા જોઈને તેના પરથી નજર હટાવી શકશો નહીં.


ફેરારી કેલિફોર્નિયા

આશરે રૂ. 3.45 કરોડની કિંમતની આ કન્વર્ટિબલ ફેરારી રતન તાતાના કાર કલેક્શનમાં સૌથી સુંદર મોંઘી કારમાંથી એક છે. આ લાલ રંગની ફેરારી ખૂબ જ જોવાલાયક છે.


ખાનગી જેટ

ડસોલ્ટ ફાલ્કન 2000 એ પદ્મવિભૂષણ રતન તાતાનું ખાનગી જેટ છે, જેની કિંમત લગભગ 22 મિલિયન ડોલર છે. તે પોતે પણ આ જેટ ઉડાડી શકતા હતા, કારણ કે તે એક પ્રશિક્ષિત પાયલોટ હતા. આ જેટ ફ્રાન્સના સક્ષમ એન્જિનિયરોએ બનાવ્યું હતું.


લેન્ડ રોવર ફ્રી લેન્ડર

લેન્ડ રોવર ફ્રી લેન્ડરની કિંમત અંદાજે 50 લાખથી વધુ છે. જો કે આ કંપની તાતા ગ્રૂપ હેઠળ આવે છે, પરંતુ તેઓએ કંપનીના અધિગ્રહણ પહેલા જ તેને ખરીદી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application