પીએસયુએ સતત ચોથા વર્ષે બેન્ચમાર્ક ઇન્ડેકસ કરતાં પણ વધુ વળતર આપ્યું

  • January 06, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ) સ્ટોકસનું પર્ફેાર્મન્સ ૨૦૨૪માં મજબૂત રહ્યું અને સતત ચોથા વર્ષે પીએસયુ ઇન્ડેકસે તેના બેન્ચમાર્ક ઇન્ડેકસ સેન્સેકસ કરતાં વધુ સાં વળતર આપ્યું. બીએસઈ પીએસયુ ઇન્ડેકસ ૨૧ ટકા વધ્યો યારે સેન્સેકસ માત્ર ૮ ટકા વધ્યો. ૨૦૨૫ના પ્રથમ ૩ ટ્રેડિંગ સેશનમાં પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. સેન્સેકસ ૧.૫૮ ટકા વધ્યો યારે પીએસયુ ઇન્ડેકસ ૨.૨૯ ટકા વધ્યો. ગયા વર્ષે, ૪૦ થી વધુ પીએસયુ શેરોએ બે આંકડામાં વળતર આપ્યું હતું અને ટોચના ૧૦ પીએસયુ શેરોએ ૬૦ ટકાથી ૧૩૫ ટકા સુધીનું વળતર આપ્યું હતું. જોકે જીએમડીસી,ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ, કોનકોર, મિશ્ર ધાતુ નિગમ જેવા ડઝનેક પીએસયુએ ૨૭ ટકા સુધી નકારાત્મક વળતર આપ્યું છે.
બજાર નિષ્ણાતો માને છે કે પીએસયુ સેકટર ૨૦૨૫માં સ્ટોક સ્પેસિફિક બની શકે છે. વેલ્થમિલ સિકયોરિટીઝના ક્રાંતિ બધિનીએ જણાવ્યું હતું કે, પીએસયુને એક વર્ષ પહેલાં જે પ્રકારનું વળતર મળ્યું હતું તે પ્રકારની હવે અપેક્ષા રાખવી જોઈએ નહીં. એકિસસ સિકયોરિટીઝના રિસર્ચ હેડ રાજેશ પાલવિયાએ જણાવ્યું હતું કે, શેરબજારમાં વિશ્વાસ પાછો આવી રહ્યો છે. પહેલા ડિસેમ્બર કવાર્ટરના પરિણામો પછી ટ્રમ્પની નીતિઓ અને ૨૦૨૫–૨૬ના સામાન્ય બજેટને ધ્યાનમાં રાખીને સ્ટોક સ્પેસિફિક રહેવું ફાયદાકારક હોય શકે છે.આ સાહે ભારતીય શેરબજારની મૂવમેન્ટ વૈશ્વિક પ્રવાહો, વિદેશી રોકાણકારોની ગતિવિધિઓ અને કંપનીઓના ત્રિમાસિક પરિણામોના આધારે નક્કી કરવામાં આવશે. સપ્ટેમ્બર કવાર્ટરની સરખામણીમાં કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં સુધારો જોવા મળશે તેવી અપેક્ષા છે. ડિસેમ્બર કવાર્ટરના પરિણામોની સિઝન ગુવારથી ટીસીએસ સાથે શ થવા જઈ રહી છે. આર્થિક ડેટાની સાથે સાથે રૂપિયા અને ડોલરનો ટ્રેન્ડ પણ બજાર માટે મહત્વપૂર્ણ રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application