જામનગરનાં ૪૫૦૦ પેટી દારૂના પ્રકરણમા પંચકોશી બી ડિવિઝનના પી.એસ.આઈ. સસ્પેન્ડ

  • October 11, 2023 10:11 AM 

જામનગર તાલુકાના દરેડ ગામ નજીકનાં એક ગોડાઉનમાથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત શનિવારે દરોડો પાડી રૂ. ૨૨ લાખ ૬૯ હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ  પ્રકરણ મા સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટરને જવાબદાર ગણીને રેન્જ આઇ.જી. દ્વારા સસ્પેન્ડ કરી દેવામા આવતા ચર્ચા જાગી છે..

ગત શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જામનગર નજીકનાં દરેડ વિસ્તારમાં દરોડો પડયો હતો અને રૂ. ૨૨.૬૯ લાખની કીમતનો ૪૫૦૦ નંગ દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડયો હતો અને ચાર આરોપીઓને ઝડપી લીધા હતા, સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આ દરોડો પાડવામાં આવ્યો હતો. આથી તપાસ શરૂ કરવામાં આવી હતી જેનાં સંદર્ભે રાજકોટ રેન્જ આઇ. જી. અશોક યાદવ દ્વારા જામનગરનાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પી. સબ. ઇન્સ. એમ. એ. મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આથી પોલીસ બેડામા ચર્ચા જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application