નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર નવ મહિના અવકાશમાં રહ્યા પછી આજે વહેલી સવારે પૃથ્વી પર પાછા ફર્યા છે. બન્નેને અવકાશમાંથી પાછા ફરવા બદલ વિશ્વભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંનેને એક્સ પર અભિનંદન આપ્યા છે.
તેમનો અટલ નિશ્ચય હંમેશા લાખો લોકોને પ્રેરણા આપશે
સુનિતા વિલિયમ્સ સાથેની એક તસવીર શેર કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, પૃથ્વીએ તમને ખૂબ યાદ કર્યાં. તે તેમના ધૈર્ય, હિંમત અને અમર્યાદિત માનવ ભાવનાની કસોટી હતી. સુનિતા વિલિયમ્સ અને ક્રુ9 અવકાશયાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે દ્રઢતાનો ખરેખર અર્થ શું છે. તેમનો અટલ નિશ્ચય હંમેશા લાખો લોકોને પ્રેરણા આપશે.
સુનિતા વિલિયમ્સ એક અગ્રણી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છેWelcome back, #Crew9! The Earth missed you.
— Narendra Modi (@narendramodi) March 19, 2025
Theirs has been a test of grit, courage and the boundless human spirit. Sunita Williams and the #Crew9 astronauts have once again shown us what perseverance truly means. Their unwavering determination in the face of the vast unknown… pic.twitter.com/FkgagekJ7C
મોદીએ ભારતની પુત્રી ગણાવી હતી
સુનિતા વિલિયમ્સે ઓછામાં ઓછી ત્રણ વખત ભારતની મુલાકાત લીધી છે, જેમાં 2007 અને 2013નો સમાવેશ થાય છે. સુનિતાને વર્ષ 2008માં પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. તાજેતરમાં, નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને પત્ર લખીને તેમને ભારતની પુત્રી ગણાવી હતી. પીએમ મોદીએ સુનિતાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ ખાતે જિલ્લા કક્ષાનો "વિજ્ઞાન મહોત્સવ" ઉજવાયો
March 20, 2025 11:10 AMઈંગ્લીશ દારુનો જથ્થો પકડી પાડતી કલ્યાણપુર પોલીસ
March 20, 2025 11:07 AMધ્રોલ ખાતે યુવાનોની સહકારી પ્રવૃત્તિમાં સહભાગીદારી વિષય ઉપર સેમિનાર
March 20, 2025 11:03 AMચકલીના ચી...ચી... ઘર આંગણે લાવવા ઉપલેટા પંથકના નરેન્દ્ર ફળદુનું અભિયાન
March 20, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech