રાજકોટ બન્યું નિમિત: પીએમના 'નાદબ્રહ્મ'ને ઝેડો ગ્રુપ કરશે સાકાર

  • March 13, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડિ્રમ પ્રોજેકટ 'નાદબ્રહ્મ' માટે રાજકોટ નિમિત બન્યું છે. કલા અને સંગીતના સાધકો માટે ગાંધીનગરમાં નિર્માણ થનાર નાદબ્રહ્મ કલા કેન્દ્રનો પ્રોજેકટ રાજકોટના ખ્યાતનામ ઝેડો ગ્રુપ ઓફ આકિર્ટેકટ એન્ડ ડિઝાઇનર્સના નિમિત કામદારને મળ્યો છે જે રાજકોટ માટે ગર્વ લેવા જેવી વાત છે. ગાંધીનગરમાં આગામી બે વર્ષમાં કલા સાધકો માટે મા સરસ્વતિની વિણા અને નટરાજના નૃત્યના સંગમ સાથે નાદબ્રહ્મનું બિલ્ડીંગ આકાર લેશે. આ ડિઝાઇન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રભાવિત કરી ગઇ છે અને દેશભરના અનેક આકિર્ટેકટમાંથી રાજકોટના ઝેડો ગ્રુપના નિમિત કામદારને આ પ્રોજેકટ આપવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૦૦થી રાજકોટમાં ઝુડો આકિર્ટેકટ એન્ડ ડિઝાઇનર સ્ટુડિયોની સ્થાપના કરનાર નિમિત કામદાર દ્રારા અઢી દાયકામાં તેમની ડિઝાઇન થકી દેશ વિદેશમાં ખ્યાતિ પ્રા કરે છે. તાજેતરમાં રાજકોટ ખાતે નિર્માણ પામેલ ખંઢેરી સ્ટેડિયમ, વડોદરા અને સુરેન્દ્રનગરમાં સ્ટેડિયમનું નિર્માણ કર્યા બાદ તેમની એકસકલુઝીવ ડીઝાઇન સાથ સિમાડા પાર કરીને અત્યારે સાઉથ અમેરિકા અને કતારમાં પણ સ્ટેડિયમનું કામ ચાલુ છે. આ ઉપરાંત ડોમેનિકન રિપ્લીકમાં રિસોર્ટના પ્રોજેકટમાં રાજકોટનું ઝેડો ગ્રુપ કામ કરી રહ્યું છે. ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીના પ્લોટમાં આકાર પામી રહેલા નાદબ્રહ્મમાં કલા સાધકોને એક જ સંસ્થામાંથી સંગીત અને નૃત્યની તાલીમ મળશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મનમંદિર સંસ્થાના ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યા છે.

આજકાલ સાથેની ખાસ વાતચીતમાં નિમિત કામદારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડિ્રમ પ્રોજેકટ અમારા માટે પણ સ્વપ્ન બની રહ્યું છે. મે અને મારા ૨૫ સભ્યોની ટીમ દ્રારા નાદબ્રહ્મની ડિઝાઇન તૈયાર કરી વડાપ્રધાન સમક્ષ બતાવવામાં આવી તો તેમને પ્રથમ નજરે જ આ ડિઝાઇન પસદં પડી અને તેમણે મંજુરીની મોહર મારી દીધી. જોકે, આ પ્રોજેકટમાં સંસ્થાનું નામ વડાપ્રધાન મોદીએ આપ્યું છે. મા સરસવતિ અને નૃત્યના દેવતા નટરાજની પ્રતિકૃત્તિ આ ઇમારતમાં જોવા મળશે. પ્રોજેકટ માટે સુર સમ્રાજ્ઞની લતા મંગેશકરના આસિસ્ટન્ટ રિધમભાઇ માર્ગદર્શન આપશે.

ગુજરાતનું  પાટનગર ગાંધીનગર ખાતે ૧૩૧૨ ચોરસ મીટર પ્લોટ માં અધ્યતન સુવિધા સાથે સો કરોડના ખર્ચે નાદ બ્રહ્મનું નિર્માણ થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અણ જેટલી, સુરેન્દ્ર પટેલ અને પ્રફુલ ગોરડીયાના પ્લોટ પર ભારતીય સંગીત કરવાની તમામ વિધા માટે નાદ બ્રહ્મ સંસ્થા આકાર લેશે. જેનું તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પટેલ ની ઉપસ્થિતિમાં ખાતમુહર્તકરવામાં આવ્યું

હતું. માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરના કલાકારોની તેમની અધ્યતન સંસ્થા મળવા જઈ રહી છે જેના માટે રાજકોટના ખ્યાતનામ આર્કિટેક નિમિત કામદાર ડિઝાઇન તૈયાર કરશે. ભવિષ્યમાં વિશ્વ ફલક પર ઓળખ પ્રસ્થાપિત કરનાર આ સંસ્થાના પાયામાં રાજકોટની કલાકૃતિ સમાયેલી રહેશે.દેશ–વિદેશમાં તેમની કલા અને ડિઝાઇનથી વિશ્વ ખ્યાતી એવા રાજકોટના જાણીતા ઝેડો ગ્રુપ આ બિલ્ડીંગને બહત્પવિધ ડિઝાઇનથી આકાર આપશે. અત્રેનઉલ્લેખનીય છે કે, ઝેડો ગ્રુપ આર્કિટેક એન્ડ ડિઝાઇન રાજકોટમાં ૨૦૦૦ ના વર્ષથી કાર્યરત છે અત્યાર સુધીમાં રાજકોટ ઉપરાંત બેંગ્લોર, ગોવાહટી તેમજ યુકેમાં પણ અનેક આલિશાન બિલ્ડીંગમાં ઇન્ટિરિયર અને આર્કિટેક કયુ છે. ત્યારે હવે નિમિત કામદાર કલાસાધકોના સ્વપનને તેમની કલાથી કંડારશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગરમાં આવેલા પ્લોટ પર હવે નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનશે. ગાંધીનગરના સેકટર–૧માં આવેલો આ પ્લોટ પીએમ મોદીએ કલા ચાહકોને ભેટમાં આપ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવા માટે મનમંદિર ફાઉન્ડેશનને પોતાનો સરકારી પ્લોટ દાનમાં આપ્યો છે.

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્રારા સેકટર–૧માં બનાવવામાં આવેલા નાદ બ્રહ્મ આર્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે નાદ બ્રહ્મ આર્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સરકારી પ્લોટ મનમંદિર ફાઉન્ડેશનને આપ્યો છે, યાં એક ભવ્ય નાદ બ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવામાં આવશે.
અત્યાધુનિક સુવિધાઓથી નાદ બ્રહ્મ કલા કેન્દ્ર ભવિષ્યમાં સંગીત કલા પ્રવૃતિઓ માટે અનોખું કેન્દ્ર બની રહેશે. તેનો ઉદ્દેશ્ય ભારતીય સંગીત કલાના જ્ઞાનને એક છત નીચે લાવવાનો છે.

આ નાદ બ્રહ્મ કલા કેન્દ્રમાં ૨૦૦ વ્યકિતની ક્ષમતા સાથેનું થિયેટર, ૨ બ્લેક બોકસ થિયેટર, સંગીત અને નૃત્ય શીખવા ૧૨થી વધુ બહત્પઉદ્દેશીય વર્ગ, અભ્યાસ અને સાધના માટે ૫ પર્ફેામિગ સ્ટુડિયો, ૧ ઓપન થીયેટર, દિવ્યાંગો માટે વિશેષ સેન્સોરિયલ ગાર્ડન, આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન, આધુનિક લાયબ્રેરી, સંગીતના ઇતિહાસને દર્શાવતા મ્યુઝિયમ ઉપરાંત કેમ્પસમાં કાફેટેરિયા અને ફાઈન્ડ ઈન રેસ્ટોરન્ટ પણ કાર્યરત થશે. કલાક્ષેત્ર માટે નાદ નાદબ્રહ્મ એક મહત્વનું સેન્ટર બની રહેશે


સંગીત કળાની તમામ વિધાનું જ્ઞાન એક જ સંસ્થામાંથી મળશે
ભારતીય સંગીત કળાની તમામ વિધાનું જ્ઞાન એક છત નીચે મળે તે માટે ગાંધીનગરમાં નાદબ્રહ્મ સંસ્થાનું નિર્માણ થશે. વડાપ્રધાન મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્રારા અધતન સુવિધા સાથે નાદબ્રહ્મ સંસ્થા બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તાજેતરમાં ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું


સંગીતનો વારસો અને આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન સહિતનું આકર્ષણ
આ કલા કેન્દ્રમાં ૨૦૦ વ્યકિતની કેપેસીટી ધરાવતું થિયેટર, બે બ્લેક બોકસ થિયેટર, સંગીત અને નૃત્ય શિખવા માટે ૧૨થી વધુ વર્ગ, પાંચ પર્ફેામિંગ સ્ટુડીયો, એક ઓપન થિયેટર, દિવ્યાંગો માટે સેન્સોરિયલ ગાર્ડન, આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન, અધતન લાયબ્રેરી સંગીતના ઇતિહાસને દર્શાવતું મ્યુઝિયમ તેમજ કેમ્પસમાં કાફેટેરિયા અને રેસ્ટોરન્ટ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે


વિણાના આકારમાં બનશે બ્રહ્મનાદ
અધતન સુવિધા સાથે પાટનગરમાં ૧૦૦ કરોડના ખર્ચે બનવા જઇ રહેલી આ સંસ્થામાં મા સરસ્વતિની આરાધના સાથે નટરાજના નૃત્યની કલાનો સમન્વય થશે. આ અંગે જાણીતા આકિર્ટેક નિમિત કામદારે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મા સરસ્વતીના આરાધક છે અને અંહીથી ગુજરાત સહિત દેશ–વિદેશના કલા સાધકોને સંગીત અને નૃત્ય શિખવાની તક મળશે. આથી આ બિલ્ડીંગ અને ઇન્ટિરીયર પણ સંગીત અને કલાને ધ્યાને રાખીને તૈયાર કરાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application