પીએમ મોદી આજથી અમેરિકાના પ્રવાસે, ક્વાડ સમિટમાં લેશે ભાગ

  • September 21, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ક્વાડ સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે. મુલાકાત પહેલા પીએમ મોદીએ કહ્યું, આજે હું રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા તેમના હોમટાઉન વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાવિ સમિટને સંબોધિત કરવા માટે ઉત્સુક છું. ક્વાડ સમિટમાં મારા સાથીદારો પ્રમુખ બાઈડેન, વડા પ્રધાન અલ્બેનીઝ અને વડા પ્રધાન કિશિદાને મળવા માટે આતુર છું.
પીએમ તરીકે તેઓ અત્યાર સુધીમાં 8 વખત અમેરિકા ગયા છે અને હવે તેઓ તેમની નવમી મુલાકાતે છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે.


આ વર્ષે ક્વાડ સમિટ ભારતમાં કેમ રદ થઇ?
આ વર્ષે ક્વાડ સમિટ અમેરિકામાં નહીં પરંતુ ભારતમાં યોજાવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેની યજમાનીની જવાબદારી અમેરિકાને સોંપવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં પૂર્વ એશિયા અને ઓસનિયા વતી ભારતમાં ક્વાડ સમિટનું આયોજન ન કરવા પાછળનું કારણ જણાવતાં એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમે કાર્યક્રમની સમગ્ર રૂપરેખાને વિગતવાર સમજવાનો પ્રયાસ કર્યો ત્યારે અમને લાગ્યું કે આ વર્ષે અમેરિકા આ સમિટનું આયોજન કરવા માટે યોગ્ય સ્થળ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દિશામાં સંમતિ દશર્વિી હતી. આ પછી અમેરિકાને પ્રોગ્રામ હોસ્ટ કરવા માટે પસંદ કરવામાં આવ્યું હતું. બાઈડેન પ્રશાસને વિગતવાર જણાવ્યું કે આવતા વર્ષે ક્વાડ કોન્ફરન્સ ભારતમાં યોજાશે, આ વર્ષે તે અમેરિકામાં યોજાઈ રહી છે. જો કે આ કાર્યક્રમ ભારતમાં જ આયોજિત થવાનો હતો, પરંતુ કાર્યક્રમમાં હાજર રહેલા નેતાઓએ તેને મંજૂરી આપી ન હતી, જેના કારણે અમારે આખી યોજના બદલવી પડી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application