ફેન્સએ અભિનેત્રીની સરખામણી જયા બચ્ચન સાથે કરી નાખી કહ્યું આટલી અકડાઈ શેની છે
કાજોલના દીકરા યુગને ઇજા થતાં તે તાબડતોબ હોસ્પિટલ પહોંચી હતી પરંતુ આ સમય દરમિયાન તેમણે જે હરકત કરી તેનો વીડિયો વાયરલ થયો છે. તેના ઉદ્ધત વર્તનન પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યાં છે.લોકોએ આખાબોલી કાજોલના વર્તનની ભરપુર ટીકા કરી હતી , અમુક લોકોએ તો તેની સરખામણી જયાજી સાથે કરી નાખી હતી.
કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના પુત્ર યુગ સાથે ડોક્ટરના ક્લિનિકમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. આ દરમિયાન કાજોલ તેના સિક્યોરિટી ગાર્ડને ધક્કો મારે છે, જે લોકોને પસંદ નહોતું આવ્યું. આવી હરકત માટે લોકોએ એક્ટ્રેસની કલાસ લઇ લીધી
કાજોલને એક એવી અભિનેત્રી માનવામાં આવે છે જે સંપૂર્ણપણે અનફિલ્ટર બોલે છે. જ્યારે તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ શૈલી કેટલાકને પસંદ આવે છે, તો કેટલીકવાર તે નાપસંદ પણ થાય છે. પરંતુ હાલમાં તે એક વીડિયોના કારણે ચર્ચામાં છે, જેને જોયા બાદ યુઝર્સ તેની સરખામણી જયા બચ્ચન સાથે કરવા લાગ્યા છે.
કાજોલ હાલમાં જ તેના પુત્ર યુગ સાથે ડોક્ટર પાસે ગઈ હતી. જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે તેણે પુત્ર યુગનો હાથ પકડીને તેના જ સુરક્ષાકર્મીને ધક્કો માર્યો હતો. આ વીડિયોમાં પણ જોઈ શકાય છે. કાજોલનું આવું વલણ જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને સતત કોમેન્ટ કરી રહયાં છે.
વીડિયો પર એક યુઝરે લખ્યું કે, કાજોલ દિવસેને દિવસે જયા બચ્ચન કેમ બની રહી છે? બીજી કોમેન્ટ છે, 'કાજોલને શું પ્રોબ્લેમ છે? પોતાની જ સિક્યુરિટીને ધક્કો મારી દીધો ? અન્ય એક યુઝરે લખ્યું, 'તે કેટલી અહંકારી છે, તેણે પોતાના જ ગાર્ડને ધક્કો માર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech