કાશીમાં અડધી રાત્રે પીએમ મોદીએ કયુ ફોર લેન બ્રિજનું નિરીક્ષણ

  • February 23, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાત પ્રવાસે આવ્યા હતા, યાં તેમણે ઇસીએમએમએફની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. ત્યારબાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, યાં તેમણે મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ પછી તેઓ મોડી રાત્રે ગુજરાતથી સીધા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા, યાં તેમણે રોડ શો પણ કર્યેા હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીનો કાફલો બનારસ લોકોમેટિવ વર્કશોપના ગેસ્ટહાઉસ તરફ આગળ વધ્યો હતો, તે દરમિયાન મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક જ પોતાના કાફલાને શિવપુર–ફુલવારિયા–લહરતારા રોડ પર રોકીને ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કયુ હતું.
વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. થોડીવાર રસ્તા પર લટાર માર્યા બાદ વડાપ્રધાન મોદી રાત્રે ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. નોંધનીય છે કે વડાપ્રધાને જે ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કયુ હતું તેનું ઉધ્ઘાટન થોડાદિવસો પહેલા જ કરવામાં આવ્યું હતું. આ બ્રિજને કારણે શહેરના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ઘણી સગવડતા મળી છે. વડાપ્રધાન મોદીએ ખુદ સોશિયલ મીડિયા દ્રારા આ જાણકારી આપી છે.આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આજના કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી. તેઓ વારાણસીમાં બનાસ ડેરી કાશી કોમ્પ્લેકસના ઉધ્ઘાટન સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉધ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત રવિદાસ જયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં પણ સતં ભાગ લેશે. આ દરમિયાન સતં રવિદાસની પ્રતિમા, સંગ્રહાલય અને ઉધાનનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application