પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૬ એપ્રિલના રોજ રામ નવમીના અવસરે, બપોરે લગભગ ૧૨ વાગ્યે, તેઓ નવા પંબન રેલબ્રિજનું ઉધ્ઘાટન કરશે – જે ભારતનો પ્રથમ વર્ટિકલ લિટ સી બ્રિજ છે. મોદી રોડ બ્રિજ પરથી એક ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી આપશે અને પુલના સંચાલનનું નિરીક્ષણ કરશે. આ પછી, બપોરે મંદિરમાં દર્શન–પૂજા કરશે. બપોરે ૧:૩૦ વાગ્યે રામેશ્વરમ ખાતે, તેઓ તમિલનાડુમાં ૮,૩૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ રેલ અને માર્ગ પ્રોજેકટસનો શિલાન્યાસ કરશે અને તેમને રાષ્ટ્ર્રને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ જાહેર સભાને પણ સંબોધિત કરશે.પંબન રેલ બ્રિજનું ઐંડું સાંસ્કૃતિક મહત્વ છે. રામાયણ અનુસાર રામ સેતુનું નિર્માણ રામેશ્વરમ નજીક ધનુષકોડીથી શરૂ થયું હતું. રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતો આ પુલ વૈશ્વિક મચં પર ભારતીય એન્જિનિયરિંગની એક નોંધપાત્ર સિદ્ધિ તરીકે ઉભો છે. તે ૫૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તે ૨.૦૮ કિમી લાંબો છે, તેમાં ૯૯ સ્પાન અને ૭૨.૫ મીટરનો વર્ટિકલ લિટ સ્પાન છે જે ૧૭ મીટરની ઐંચાઈ સુધી વધે છે. આનાથી જહાજોની હિલચાલ સરળ બને છે અને સાથે સાથે ટ્રેન પણ ચાલુ રહે છે. સ્ટેનલેસ સ્ટીલ રિઇન્ફોર્સમેન્ટ, ઉચ્ચ–ગ્રેડ રક્ષણાત્મક પેઇન્ટ અને સંપૂર્ણપણે વેલ્ડેડ સાંધાઓથી બનેલ, આ પુલ વધુ ટકાઉ છે અને તેને ઓછી જાળવણીની જરૂર છે. ભવિષ્ય માટે તેને બેવડા રેલ ટ્રેક માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ખાસ પોલિસીલોકસેન કોટિંગ તેને કાટ લાગવાથી રક્ષણ આપે છે, જે કઠોર દરિયાઈ વાતાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech