કોઠારીયા ગામમાં વીજ કનેકશન કાપવા માટે ગયેલા લાઈનમેનને શખ્સને ઢીકાપાટુનો મારમારતા ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ–જામનગર રોડ પર શેઠનગરમાં રહેતા અને રોણકી પીજીવીસીએલ સબ ડિવિઝનમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા ગોપાલભાઈ લક્ષમણભાઈ ડામોર (ઉ.વ.૫૨) નામના આધેડ બપોરે સાથી કર્મચારીઓ સાથે ફરજમાં હતા ત્યારે ત્રણેક વાગ્યાના અરસામાં કોઠારીયા ગામથી આગળ હડાળા નજીક ભરવાડ વાસમાં વીજ કનેકશન કાપવા માટેની કામગીરીમાં હતા ત્યારે પ્રકાશ મૈયાભાઈ હાડગરડાએ ગાળો આપી આડેધડ ઢીકાપાટુનો મારમારતા વધુ મારથી સાથી કર્મચારીઓએ છોડાવ્યા હતા અને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. ગોપાલભાઈના કહેવા મુજબ ગઈકાલે પોતે વીજકનેકશન કાપવા માટેની કામગીરી માટે સાથી કર્મચારી સાથે કોઠારીયા ગામ નજીક ભરવાડ વાસમાં હતો ત્યારે ખોડાભાઈનું વીજ કનેકશન કાપવાનું હોય તેની ડેલી ખખડાવતા કોઈ ખોલતું ન હોવાથી બાજુની વંડીએ ચડીએ અંદર નજર કરતા બાજુમાં રહેતા પ્રકાશ હાડ ગરડાએ અહીં શું ડોકા કાઢો છો ? શું કામ છે ?
આથી મેં તેને કહ્યું હતું કે, બાજુમાં રહેતા ખોડાભાઈ ડેલી ખોલતા ન હોવાથી અંદર છે કે નહીં એ જોતો હતો. આમ કહેતા પ્રકાશભાઈ બહાર આવી ગાળાગાળી કરવા લાગતા તેને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ આડેધડ ઢીકાપાટુ મારવા લાગ્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech