જામનગરમાં કેટલાક ગ્રાહકોને લોડ વધારાની નોટીસ પાઠવતું પીજીવીસીએલ

  • December 13, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ૭૩૦૮૩૯ કનેકશન છે, જયાં-જયાં વિજ લોશ આવતો હશે ત્યાં અપાશે નોટીસ: અડધા કિલોનો વપરાશ ધરાવનાર ગ્રાહકોને ૩ કિલોવોટની નોટીસ મળતા વિજ તંત્ર સામે રોષ

પીજીવીસીએલ દ્વારા વિજ બચત માસની ઉજવણી શરુ કરી દેવામાં આવી છે, જેના ભાગરુપે સૌરાષ્ટ્ર-કચ્છમાં લોડ વધારવાની નોટીસ પાઠવી દેવામાં આવી છે, અડધા કિલોવોટનો વપરાશનો ધરાવનારને ૩ કિલોવોટની નોટીસ અપાતા પીજીવીસીએલ તંત્ર સામે ગ્રાહકોનો ઉગ્ર રોષ વ્યાપી ગયો છે, જામનગરમાં પણ કેટલાક વિજ ગ્રાહકોને નોટીસ ફટકારાઇ હોવાનું બહાર આવ્યું છે.
જામનગરમાં ૭૩૦૮૩૯ વિજ કનેકશનો છે, છેલ્લા ત્રણેક માસથી કેટલાક વિસ્તારોમાં આડેધડ વિજ બીલ પણ ફટકારવામાં આવ્યા છે અને પીજીવીસીએલ દ્વારા કોઇ સંતોષકારક જવાબ મળતો ન હોવાના કારણે વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે, જામનગરમાં કેટલાક ગ્રાહકોને વિજ લોડ તમારો વધારે છે તેમ કહીને નોટીસો પાઠવી દેવામાં આવી છે, જે ગ્રાહકને રુા.૧૭૦૦ થી ૧૮૦૦ બીલ આવે છે તેઓને ૩ કિલોવોટનું કનેકશન લેવાની નોટીસ ફટકારવામાં આવતા ગ્રાહકોે રોષે ભરાયા છે.
લોડ વધારાની સામે કેટલાક સ્થળોએ બિનઅધિકૃત વિજ વપરાશનું પુરવણી બીલ આપવાની પણ ચિમકી પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપાય છે, જામનગર ઉ૫રાંત રાજકોટ શહેરમાં ૬૪૬૫૮૦, રાજકોટ ગ્રામ્યમાં ૬૭૫૦૭૮, અમરેલીમાં ૬૨૪૦૯૮, મોરબી ૩૬૦૭૩૮, પોરબંદર ૪૧૫૭૧૪, જુનાગઢ ૫૦૮૦૩૬, ભાવનગર ૬૫૮૦૬૯, સુરેન્દ્રનગર ૩૯૩૨૦૬ જેટલા વિજ ગ્રાહકો છે જેમાંથી કુલ લગભગ ૧ લાખથી વધુ લોકોને વિજ લોડની નોટીસ અપાઇ છે, જામનગર શહેરમાં સુત્રોના જણાવ્યા અનુસાર લગભગ ૧૦ હજાર જેટલા ગ્રાહકોને આ પ્રકારની નોટીસ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application