ઓસ્કાર એવોર્ડ 2025: બેસ્ટ ફિલ્મ ‘અનોરા’, એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટર, મિકી મેડિસન બેસ્ટ એક્ટ્રેસ, જાણો કોને ક્યો એવોર્ડ મળ્યો તેનું લિસ્ટ

  • March 03, 2025 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્કાર એવોર્ડ 2025નો કાર્યક્રમ અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વખતે એકેડેમી એવોર્ડ્સનું હોસ્ટિંગ કોનન ઓ'બ્રાયન કરી રહ્યા હતા. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી હતી. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું. અત્યારસુધી કોણે એવોર્ડ જીત્યા છે તેનું લિસ્ટ નીચે આપેલું છે.


  • બેસ્ટ ફિલ્મ : અનોરા 
  • બેસ્ટ એક્ટર એવોર્ડ : એડ્રિયન બ્રોડી 
  • બેસ્ટ એકટ્રેસ : મિકી મેડિસન (ફિલ્મ-અનોરા)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ કાઈરન કલ્કિન (અ રીઅલ પેઈન)
  • બેસ્ટ ડિરેક્ટર : સેન બેકર (ફિલ્મ - અનોરા)
  • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન : પોલ તેઝવેલ અને બોવેન યંગ 
  • બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ: શીરીન સોહાની અને હુસૈન મોલાયેમી 
  • બેસ્ટ ઓરિજિનલ સ્કોર : ધ બ્રુટાલિસ્ટ 
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી : ધ બ્રુટાલિસ્ટ 
  • બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ: આ ઈ એમ સ્ટીલ હીયર 
  • બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ: આઈ એમ નોટ અ રોબોટ 
  • બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ : ડ્યૂન પાર્ટ 2
  • બેસ્ટ સાઉન્ડ એવોર્ડ : ડ્યૂન પાર્ટ 2 
  • બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મઃ નો અધર લેન્ડ 
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: જોઈ સલ્ડાના (એમિલિયા પેરેજ)
  • બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલઃ ધ સબસ્ટેન્સ
  • બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ કોન્ક્લેવ
  • બેસ્ટ એનિમેટેડ ફિલ્મઃ ફ્લો
  • બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મઃ ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ
  • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનઃ પોલ ટેઝવેલ (વિકેડ)
  • બેસ્ટ ફિલ્મ એડિટિંગઃ અનોરા (સીન બેકર)
  • બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મઃ ધ ઓનલી ગર્લ ઈન ધ ઓર્કેસ્ટ્રા 


પ્રિયંકા ચોપરાની 'અનુજા' ઓસ્કાર ન જીતી શકી 
લાઈવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ વિક્ટોરિયા વૉરમેર્ડન અને ટ્રેન્ટે ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટે જીત્યો હતો. એડમ જે ગ્રેવસ્સ અને સુચિત્રા મિત્તલની ફિલ્મ 'અનુજા' ઓસ્કાર જીતી શકી નહોતી. જે ભારત માટે એક મોટો ઝટકો સાબિત થયો. અનુજા ફિલ્મ સાથે પ્રિયંકા ચોપરા, ગુનીત મોંગા કો પ્રોડ્યુસર તરીકે જોડાયેલા હતા. અનુજા એક 9 વર્ષની બાળકીની કહાની હતી જે ફેક્ટરીમાં કામ કરે છે. અનુજાની ભૂમિકા સજદા પઠાણે ભજવી હતી. તે અસલમાં ચાઈલ્ડ લેબર હતી. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application