ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજકો ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને ત્યાં દરોડા

  • October 20, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતા વર્ષે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે.આ માટે જોરશોરથી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ઓલિમ્પિકમાં ભાગ લેવા જઇ રહેલા ખેલાડીઓ પણ ખૂબ જ ઉત્સાહિત છે. ખેલાડીઓએ પણ તેમની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.જો કે તે પહેલા જ રમતોનું આયોજન કરનાર કંપ્ની મુશ્કેલીમાં મુકાઇ છે. ઓલિમ્પિક ગેમ્સ 2024ના આયોજકો અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપ્નીઓને ત્યાં દરોડા પડ્યા છે.


ફ્રાન્સની રાજધાનીમાં ઓલિમ્પિક ગેમ્સનું ભવ્ય આયોજન થવાનું છે અને રમત જગત તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે પેરિસ ઓલિમ્પિક ગેમ્સને આડે લગભગ એક વર્ષ બાકી છે, પરંતુ તેની સંસ્થાને લગતી સમસ્યાઓ એક વર્ષ પહેલા જ ઉભી થવા લાગી છે. તેને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.


આયોજકો, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને ત્યાં દરોડા

પેરિસ ઓલિમ્પિક 2024ના સંગઠન સાથે જોડાયેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફ્રેન્ચ તપાસકર્તાઓ અને પોલીસે આગામી વર્ષની ઓલિમ્પિક ગેમ્સના આયોજકો અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહના આયોજનમાં આ આયોજકો અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપ્નીઓની ભૂમિકા હોય છે.

શા માટે રેડ કરવામાં આવી?
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ના આયોજકો અને ઈવેન્ટ મેનેજમેન્ટ ફર્મ પર દરોડા પાડવાનું કારણ પણ સામે આવ્યું છે. ઉધ્ઘાટન સમારોહના કોન્ટ્રાકટ આપવામાં પક્ષપાત કરવાના આરોપમાં તેમના પર દરોડા પાડવામાં આવ્યા છે.


હેડકવાર્ટર પર પણ દરોડા
અગાઉ પોલીસે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ માટે બનાવવામાં આવેલા હેડકવાર્ટર પર પણ દરોડા પાડા હતા. આ વર્ષે જ ૨૦ જૂને પોલીસે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ માટે બનાવવામાં આવેલા હેડકવાર્ટર પર દરોડા પાડા હતા અને ઓલિમ્પિકસની ઓર્ગેનાઈઝિંગ કમિટીએ આ અંગે માહિતી આપી હતી. જો કે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ મુખ્યાલય દ્રારા માહિતી આપવામાં આવી હતી કે તેમણે આ દરોડામાં પોલીસને સહકાર આપ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application