રેડ ક્રોસ દ્રારા થેલેસેમીયા ચેક અપ કેમ્પનું આયોજન કરાયું

  • May 20, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૧૮/૦૫/૨૦૨૩ ગુરુવારના રોજ રેડ ક્રોસ જામનગર દ્રારા  સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે  થેલેસેમીયા કેમ્પ નું આયોજન કરેલ છે. જેમાં ૪૬૨ વિદ્યાર્થીઓએ  ભાગ લઈને પોતાનું બ્લડ ટેસ્ટ કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં રેડ ક્રોસ સોસાયટી જામનગર ના ચેરમેન બીપીનભાઈ ઝવેરી, કીરીટભાઇ શાહ, દિપા સોની, રાજુભાઇ ભાનુશાલી, મનોજ મણિયાર ઉપરાંત   સરકારી પોલીટેકનિક કોલેજના પ્રિન્સીપાલ શ્રી એચ. જે. બલદાનિયા સાહેબ, કલાસ વન ઓફિસર શ્રી એ. એમ. પટેલ સર,  એન એન એસ હેડ અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફીસર શ્રી આર એસ ઓઝા,  એન એન એસ મેમ્બર્સ શ્રી અભય નકુમ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામમાં એન એન એસ વોલિયનટર્સ ફરજ બજાવેલ હતી.્ અમદાવાદ થી આવેલ જયંતિભાઈ અને તેમની ટીમે બ્લડ સેમ્પલ એકત્રિત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application